Gujarati Video : વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતીને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સુસજ્જ- ઋષિકેશ પટેલ
રાજયમાં સંભવિત ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ પ્રકારનું આગોતરૂ આયોજન હાથ ધર્યુ છે. કોઈ જાનહાની ન થાય તેવા ટાર્ગેટ સાથે સરકાર તૈયારી કરી રહી છે. NDRF, SDRF અને હવામાન વિભાગ સાથે સંકલન સાધી વાવાઝોડામાં મોટું નુકસાન ટાળી શકાય તે માટે તૈયારીઓ હાથ ધરાઈ છે.
Gandhinagar: રાજ્યમાં સંભવિત વાવાઝોડાને લઈ તમામ જિલ્લામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરી દેવાયો છે. આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે 50 ઓરીએન્ટેશન કાર્યક્રમો 30 તાલીમ તથા 22 જેટલી મોકડ્રીલ,નિદર્શન કરાયા છે. GSDMA દ્વારા 4500 જેટલા આપદા મિત્ર સ્વયં સેવકોને તાલીમબદ્ધ કરાયા છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સુસજ્જ છે. તે માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(GSDMA) દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન (DDMP) તૈયાર કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત તાલુકા, શહેર, ગ્રામ્ય કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન (TDMP, CDMP, VDMP) અદ્યતન કરાયા છે. GSDMA દ્વારા નિમણુક પામેલા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર દ્વારા નિયમિત રીતે તાલીમો, નિદર્શન, જનજાગૃતીકરણને લગતા પણ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જિલ્લામાં ઉપલબદ્ધ શોધ અને બચાવ કામગીરીના સંસાધનો અધ્યતન સ્થિતિમાં રાખવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : વિશાલા બ્રિજને લઈ Tv9નું રિયાલિટી ચેક, શાસકોના સબ સલામતના દાવા કેટલા સાચા, જુઓ Video
મંત્રીએ “બીપરજોય” વાવાઝોડા બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, GSDMA દ્વારા સબંધિત દરિયાકાંઠાનાં જિલ્લાઓને IMD દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતું વેધર બુલેટિન મોકલી જરૂરી તકેદારીના પગલા લેવા જણાવ્યું છે. આ ઉપરાંત સબંધિત DPOને IMDની વેબસાઈટ પર આવતી અદ્યતન માહિતી/બુલેટિન/વોર્નિંગથી અપડેટ રહેવા અને જિલ્લા કલેક્ટરના પરામર્શમાં રહી જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે. વાવાઝોડા સમયે નાગરીકોએ શું કરવું? અને શું ન કરવું? જેવી બાબતો અંગે જનજાગૃતિ કેળવાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો રાજ્યભરમાં હાથ ધરવામાં આવી રહ્યા છે.