Ahmedabad : વિશાલા બ્રિજને લઈ Tv9નું રિયાલિટી ચેક, શાસકોના સબ સલામતના દાવા કેટલા સાચા, જુઓ Video
અમદાવાદના વિશાલા બ્રિજ મુદે TV9 દ્વારા આ રિયાલિટી ચેક કરવામાં આવી હતી. જેમાં આ બ્રિજની હાલત દિવસે દિવસે જર્જરીત થઇ રહી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ આ અંગે સબ સલામતીના દાવા કરી રહ્યા છે.
Ahmedabad: બ્રિજની સલામતીને લઈ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમદાવાદનો વિશાલા બ્રિજ સલામત છે. બ્રિજ મુદ્દે NHAIનાં અધિકારી સાથે વાત થઈ છે અને NHAIએ બાહેંધરી આપી છે કે બ્રિજ સુરક્ષિત છે.
આ પણ વાંચો : ઠગાઇનો નવો કિમીયો, નવા સિમકાર્ડમાં જુના ગ્રાહકના બેંક અકાઉન્ટની ડિટેઇલ મેળવી 80 લાખ પડાવ્યા, જૂઓ Video
મહત્વનુ છે કે TV9 દ્વારા આ બ્રિજને લઈ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો છે કે વિશાલા બ્રિજની હાલત દિવસે દિવસે જર્જરીત થઇ રહી છે. આ બ્રિજ પરથી પસાર થવું એટલે કે મોતના મુખમાંથી પસાર થવા સમાન છે તેમ કેટલાક લોકો કહે છે. વિશાલા બ્રિજ અમદાવાદના સૌથી જૂના ઓવરબ્રિજ માંથી એક છે. જો કે એલિસબ્રિજના ધારાસભ્યનો દાવો છે કે, બ્રિજ સુરક્ષિત છે. ત્યારે હવે લોકો મૂંઝવણમાં મુકાયા છે. કે આ બ્રિજ પરથી પસાર થવું કે કેમ. જોખમી બ્રિજ સામે હવે તંત્ર સબ સલામતીના દાવા તંત્ર કરી રહ્યુ છે. જે કેટલું સત્ય છે તે બાબત આવનારા સમયમાં સામે આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો