Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના વાસણાની ફૂટપાથ પર સલમાન વાળી થઈ !  ફૂટપાથ પર શ્રમિકોને બેફામ ડમ્પરે કચડ્યા, એક મહિલાનું મોત, જુઓ વીડિયો

અમદાવાદના વાસણાની ફૂટપાથ પર સલમાન વાળી થઈ ! ફૂટપાથ પર શ્રમિકોને બેફામ ડમ્પરે કચડ્યા, એક મહિલાનું મોત, જુઓ વીડિયો

Narendra Rathod
| Edited By: | Updated on: Dec 11, 2023 | 9:29 AM

અમદાવાદ મહાનગરપાલિકાનું ડમ્પર આજે એક શ્રમિક પરિવાર માટે કાળનો કોળિયો બન્યુ છે. વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજ નજીકના ફુટપાથ પર લોકો ગાઢ નીંદ્રામાં હતા, ત્યારે વહેલી સવારે 5 કલાકે ડ્રાયવરે ડમ્પર તેમના ઉપર ચઢાવી દીધુ હતુ.

અમદાવાદમાં સોમવારનો દિવસ ફૂટપાથ પર સુનારા પરિવાર માટે ગોઝારો સાબીત થયો છે. વાસણા વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાના એક ડમ્પરે એક મહીલાનો જીવ લીધો છે. વાસણા વિસ્તારમાં ડમ્પરે એક મહિલાને કચડી દીધી હતી. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જેની સારવાર ચાલી રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાનું ડમ્પર આજે એક શ્રમિક પરિવાર માટે કાળનો કોળિયો બન્યુ છે. વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજ નજીકના ફુટપાથ પર લોકો ગાઢ નીંદ્રામાં હતા, ત્યારે વહેલી સવારે 5 કલાકે ડ્રાયવરે ડમ્પર તેમના ઉપર ચઢાવી દીધુ હતુ. રોડ વેક્યુમ સ્વીપર મશીન આ વિસ્તારમાંથી નીકળી રહ્યુ હતુ અને તે ફુટપાથ પર સુઇ રહેલા લોકો પર ચઢી ગયુ હતુ.આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકનું મૃત્યુ થયુ છે.

આ પણ વાંચો-ભરૂચ પોલીસે ગૌવંશના કતલખાના પર દરોડો પાડી કતલ થતી ગાયને જીવિત બચાવી લીધી, 2 ખાટકીઓની ધરપકડ કરાઈ

વહેલી સવારથી આ શ્રમિકો કામ કરવા માટે નીકળતા હોય છે. એક મહિલા બપોર માટે ભોજન બનાવી રહી હતી.તો કેટલાક લોકો સુઇ રહ્યા હતા. ત્યારે વેક્યુમ મશીનવાળા ડમ્પરથી તેમનો અકસ્માત થયો હતો અને એક મહિલાનું નિધન થયુ હતુ.અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ડમ્પર ખૂબ જ સ્પીડમાં જઇ રહ્યુ હતુ અને અચાનક ફુટપાથ પર ચઢી ગયુ હતુ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">