દક્ષિણ ગુજરાતમાં ડીઝલની અછતથી ખેડૂતો બેહાલ: ડાંગરની કાપણી અને ખેતીકામ પર સંકટ, સરકારના નિયમોથી મુશ્કેલી વધી
નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ડીઝલના અપૂરતા જથ્થાને કારણે ખેતીકામ અટવાયું છે. હાર્વેસ્ટર માટે જરૂરી 150 લિટર સામે સરકાર માત્ર 45 લિટર જ આપતી હોવાથી ડાંગર કાપણીમાં અવરોધ ઊભો થયો છે.
નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ખેતીની સિઝન પૂરજોશમાં છે, પરંતુ ડીઝલની અછતે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. એક તરફ નવી જમીન તૈયાર કરવા ટ્રેક્ટરની જરૂર છે, તો બીજી તરફ ડાંગરની કાપણીનો સમય છે. મજૂરોની અછત વચ્ચે ખેડૂતો હાર્વેસ્ટર મશીન પર નિર્ભર છે, જેને દિવસના 150 લિટર ડીઝલની જરૂર પડે છે.
પરંતુ, રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખેડૂતોને માત્ર 45 લિટર જ ડીઝલ આપવામાં આવતા મોટી મુશ્કેલી સર્જાઈ છે. મર્યાદિત જથ્થાને કારણે મશીનો ચલાવવા અશક્ય બન્યા છે. ચોમાસું નજીક હોવાથી જો વહેલી તકે કાપણી ન થાય તો પાકને નુકસાન જવાની અને નીચા ભાવ મળવાની ભીતિ છે. ખેડૂતો હવે વહેલી તકે પૂરતા જથ્થામાં ડીઝલ મળે તેવી માંગ કરી રહ્યા છે.
અમદાવાદમાં સરકારી આવાસના નામે લાખોની ઠગાઈ : જાણીતા વ્યક્તિના નામે 50-50 હજાર પડાવનાર અંકિત પટેલ ઝડપાયો
Follow Us