Breaking News : પોલીસે રાજકોટમાં બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, 20 બાળકો પશ્ચિમ બંગાળના હોવાની માહિતી, જુઓ Video
રાજકોટ શહેરમાં બાળ મજૂરીનો એક મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં SOG અને સમાજ સુરક્ષા વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને બેડી ચોકડી નજીક ગોપાળ રેસિડન્સીમાંથી 20 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવ્યા છે.
રાજકોટ શહેરમાં બાળ મજૂરીનો એક મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં SOG અને સમાજ સુરક્ષા વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને બેડી ચોકડી નજીક ગોપાળ રેસિડન્સીમાંથી 20 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવ્યા છે. આ બાળ મજૂરો પશ્ચિમ બંગાળના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને મળેલી માહિતી મુજબ, આ બાળકોને ઇમિગ્રેશન કામગીરી હેઠળ ગુજરાત લાવવામાં આવ્યા હતા અને બાળ મજૂરી કરાવવામાં આવી રહી હતી.
પશ્ચિમ બંગાળના 20 જેટલા સગીરોને મુક્ત કરાયા
પોલીસે ગોપાળ રેસિડન્સીમાં દરોડા પાડીને આ બાળકોને મુક્ત કરાવ્યા હતા. તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. પોલીસે બાળ મજૂરી કરાવનાર ઠેકેદારની ઓળખ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આ બાળકોને કેટલા સમયથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા તેની તપાસ કરી રહી છે. પોલીસ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.
બેડી ચોકડી નજીક એક મકાનમાં ગોંધી રાખ્યા હતા બાળકોને
રાજકોટનું સોની બજાર જે એશિયાની સૌથી મોટું સોની બજાર છે. અહીં હાથવણાટના ઘરેણાં બનાવવા માટે મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળના કારીગરો આવે છે. પોલીસ બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર પ્રવેશને લઈને પણ તપાસ કરી રહી છે. આ કૌભાંડથી બાળ મજૂરીની ગંભીર સમસ્યા પર ફરી એકવાર સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવશે કે કેટલા સમયથી આ બાળકોને બાળ મજૂરી કરાવવામાં આવી રહી હતી અને આ કૌભાંડ પાછળ કોણ કોણ સંડોવાયેલું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ

મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ

ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો

અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
