Dahod News : પાનમ નદીમાં 6 લોકો ફસાયા, દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો કેમેરામાં થયા કેદ, જુઓ Video

Dahod News : પાનમ નદીમાં 6 લોકો ફસાયા, દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો કેમેરામાં થયા કેદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2024 | 4:22 PM

દાહોદમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાહોદના લીમડી, સંજેલી, કદવાળ, વરોડ સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

દાહોદમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાહોદના લીમડી, સંજેલી, કદવાળ, વરોડ સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઉપરવાસમાં ભાર વરસાદ ખાબક્તા પાનમ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. જેના પગલે પાનમ નદીમાં છ લોકો ફસાયા હતા.

ઘટનાની જાણથતા જ મામલતદાર, ફાયરબ્રિગેડ, પોલીસ, પાલિકા, વનવિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. પાનમ નદીમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ અને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો કેમેરામાં કેદ થયુ છે.

સાબરકાંઠામાં ખાબક્યો ધોધમાર વરસાદ

બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોતીપુરા, સહકારીજીન, છાપરિયા સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઈ છે. કાંકણોલ, હરિપુરા કંપા, કાંકણોલ કંપા, હડિયોલમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઢોડા, ગાંભોઈ, આકોદરા, બોરીયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લીધે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. સિંચાઈના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.

 

g clip-path="url(#clip0_868_265)">