Banaskantha Video : સીપુ ડેમમાં ભૂગર્ભ જળ ઉંડા ગયા, સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોને હાલાકી
સિંચાઈ વિભાગે અત્યારે દાંતીવાડા ડેમમાંથી ઉનાળુ પાક માટે 3000 હેક્ટર વાવેતરમાં પાણી આપવાની શરૂઆત કરી છે. પરંતુ દાંતીવાડાના ખેડૂતોને તેનો કોઈ લાભ નથી. દાંતીવાડા ડેમનાં પાણીનો લાભ પાલનપુરના સાત ગામ અને પાટણ જિલ્લાના અન્ય ગામોને મળે છે.
બનાસકાંઠાના દાંતીવાડામાં ભૂગર્ભ જળ ઉંડા ગયાની સમસ્યા છે. જેથી ખેડૂતોની માગણી છે કે દાંતીવાડા ડેમનું પાણી જો સીપુ ડેમમાં નાખવામાં આવે તો આ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે. ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે તે નહેર બનાવીને દાંતીવાડા ડેમનું પાણી સીપુ ડેમમાં ઠાલવે. જો નહેર બને તો જ આ ખેડૂતો ઉનાળામાં પાક લઇ શકે.
સિંચાઈ વિભાગે અત્યારે દાંતીવાડા ડેમમાંથી ઉનાળુ પાક માટે 3000 હેક્ટર વાવેતરમાં પાણી આપવાની શરૂઆત કરી છે, પરંતુ દાંતીવાડાના ખેડૂતોને તેનો કોઈ લાભ નથી. દાંતીવાડા ડેમનાં પાણીનો લાભ પાલનપુરના સાત ગામ અને પાટણ જિલ્લાના અન્ય ગામોને મળે છે. દાંતીવાડાથી આઠ કિલોમીટરના અંતરે સીપુ ડેમ છે. જો કે સીપુ ડેમમાં 12% પાણી હોવાથી સિંચાઈ માટે પાણી અપાઈ શકે તેવી પરિસ્થિતિ નથી. આમ ડેમ હોવા છતાં દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરા પંથકના ખેડૂતો ઉનાળુ પાક લઇ શક્તા નથી.

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
