Ahmedabad : વરસાદે ખોલી AMC તંત્રની પોલ, ગુલબાઈ ટેકરા ખાતે ભૂવામાં ખાબકી કાર, જુઓ Video
અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલવા સમાન ઘટના સામે આવી છે. ગુલબાઈ ટેકરા ખાતે રોડ બેસી ગયો હતો. જેને લઈ કાર સાથે ચાલક ખાડામાં ગરકાવ થયો હતો. કાર ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો છે.
Ahmedabad: વરસાદ બાદ નુકશાનની ઘટના ઠેર ઠેર સામે આવી છે. અમદાવાદમાં વરસાદે AMCની પોલ ખોલી છે. ગુલબાઈ ટેકરા ખાતે રોડ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. AMC દ્વારા બનાવાયેલો નવો રોડ તૂટી પડવાની ઘટના સામે આવી છે. રોડ બેસી જતા ભૂવો પડ્યો હતો અને આ ભૂવામાં આ કાર ખાબકી હતી. જોકે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ AMCને થતાં અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
આ પણ વાંચો : આદિપુરમાં ACમાં બ્લાસ્ટ થતાં યુવકનું મોત, શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું, જુઓ Video
AMCનું કહેવું છે કે રસ્તાની અંદર આવેલી ડ્રેનેજ લાઇનના લીકેજના કારણે આ ઘટના બની છે. મહત્વનુ છે કે આ ઘટનામાં કાર ભૂવામાં ખાબકી હતી. પરંતુ જો કોઈ બાઇકનો આ પ્રકારે અકસ્માત થયો હોત તો તેનો જીવા જાય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. જ્યારે રોડ બેસવી ગયો ત્યારે કાર ચાલક પસાર થયો અને આ ઘટના બની હતી. કાર ચાલકને સદ નસીબે કોઈ ઇજા પહોંચી નથી. વારંવાર બનતા આવા બનાવો બાદ પણ AMC ક્યારે જાગશે તે એક મહત્વનો પ્રશ્ન છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો