સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અસ્થમાની દવાઓનો જથ્થો ખૂટતા દર્દીઓને હાલાકી
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અસ્થમાની દવાઓને લઈ દર્દીઓને હાલાકી સર્જાઈ છે. દવાઓનો પૂરતો સ્ટોક નહીં હોવાને લઈ અસ્થમાના દર્દીઓએ હાલમાં બજારમાંથી મોંઘી દવાઓ મેળવવા મજબૂર થવુ પડ્યુ છે. બેવડી ઋતુની અસરમાં હાલમાં અસ્થમાના દર્દીઓને સામાન્ય રીતે સમસ્યા વધતી હોય છે. અસ્થમાના દર્દીઓ હાલના દિવસોમાં વધારે રહેતા હોય છે, એવામાં દર્દીઓને દવા મેળવવાની સમસ્યા સર્જાઈ છે. તો બીજી તરફ હોસ્પિટલ સત્તાવાળાઓએ દવાઓ હોવાને લઈ દાવાઓ કર્યા છે.
સુરત સ્મીમેર હોસ્પિટલમાં કેટલીક દવાઓ મળવાને લઈને સમસ્યા સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. સ્મીમેર હોસ્પિટલમાં અસ્થમાની દવાનો જથ્થો ખૂટ્યો હોવાની ફરિયાદ વર્તાઈ છે. દવા નહીં મળવાની સમસ્યાને લઈ દર્દીઓએ બજારમાંથી દવાઓ ખરીદવી પડી રહી છે. જેને લઈ દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ
બીજી તરફ અસ્થમાની દવાને લઈ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો દાવો છે કે, દવાઓનો સ્ટોક પૂરતો છે. જે દવાઓનો સ્ટોક ઓછો છે તેને માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. જે સ્ટોક આવી પહોંચશે. જે દવાની ગોળીને લઈ સ્ટોક ઓછો છે, તેના રિપ્લેસમેન્ટમાં અન્ય દવા પણ હાજર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ દર્દીઓેને હાલાકી નહીં પડે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 31, 2023 07:14 PM
