Surat Video : ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા, 13 વર્ષીય એક સગીરે અન્ય કિશોરને શીખવાડ્યુ હતુ કે પોલીસને કેવા જવાબ આપવા

|

Sep 13, 2024 | 1:53 PM

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જ્યારે પથ્થરમારાની સમગ્ર ઘટના અંગે ઝીણવટ પૂર્વક તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યો હતો. ઝડપાયેલા સગીરોમાંથી 13 વર્ષીય એક સગીર ખૂબ જ શાતિર છે.

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જ્યારે પથ્થરમારાની સમગ્ર ઘટના અંગે ઝીણવટ પૂર્વક તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યો હતો. ઝડપાયેલા સગીરોમાંથી 13 વર્ષીય એક સગીર ખૂબ જ શાતિર છે. પોલીસને ચકરાવે ચઢાવવા ઝડપાયેલા અન્ય સગીરોને તેણે સૂચના આપી છે.

અન્ય કિશોરોને પોલીસ પુછપરછમાં ઘટના અંગે શું જવાબ આપવો તે પણ શીખવ્યું છે. કાળા કપડાં પહેરલા શખ્સે અમને પથ્થર ફેંકવા માટે કહ્યું તેવું નિવેદન આપવા જણાવ્યું હતુ. સગીર ક્યાં અભ્યાસ કરતો અને તેને કોના ઈશારે પથ્થરમારો કર્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસે આ મામલે મૌલવીની પણ પુછપરછ કરી શકે છે.

પરંતુ અહીં સવાલ એ છે કે ઝડપાયેલ કિશોરો કેટલા શાતિર છે કે તેણે પોલીસ સ્ટેશનમાં જ અન્ય કિશોરોને પોલીસને કેવા નિવેદન આપવા તે અંગે જણાવ્યું. કિશોરની આ સ્તરની માનસિકતા કેવી તાલિમનું પરિણામ છે.જેથી તે અંગે તપાસ કરવા મૌલવીની પોલીસ પુછપરછ કરી શકે છે.

સમગ્ર ઘટના અંગે પણ સવાલ થઇ રહ્યા છે કે ગણતરીની મિનિટોમાં 500થી વધુ ઇંટ અને પથ્થર ક્યાંથી આવ્યા છે. પોલીસ ચોકીના 300 મીટરના વિસ્તારમાં ક્યાંય પણ બાંધકામ નથી ચાલી રહ્યું તો આટલા પથ્થરો અચાનક ક્યાંથી આવ્યા છે. નજીકની ઇમારતના ધાબા અને અગાસી સહિતની જગ્યાએથી પથ્થરમારો શરૂ થયો હતો.

Next Video