AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં કેદીના મોત મામલે સીસીટીવીમાં થયો ચોંકાવનારો ખૂલાસો- જુઓ Video

સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં કેદીના મોત મામલે સીસીટીવીમાં થયો ચોંકાવનારો ખૂલાસો- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2024 | 7:07 PM
Share

ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં કેદીના મોત મામલે સીસીટીવી ફુટેજમાં ચોંકાવનારો ખૂલાસો થયો છે. કેદીના પરિવારજનોનો આક્ષેપ હતો કે પોલીસે ઢોર માર મારતા તેનું મૃત્યુ થયુ છે. આ મામલે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેમા યુવકના મોતનુ રહસ્ય ખૂલ્યુ છે.

ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ભટવદર ગામના યુવકનું મોત થયુ હતુ. ત્યારબાદ મૃતક યુવકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે લોકઅપમાં પોલીસે ઢોર માર મારતા મોત થયુ છે. જો કે આ મામલે હવે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા મૃતક યુવકે લોકઅપની જાળી સાથે માથુ ભટકાવ્યુ હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટના બાદ યુવકને પોલીસે તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. મૃતક યુવક અમરેલીના જાફરાબાદમાં આવેલા ભટવદર ગામનો વતની હતો.

આ ઘટના બાદ પરિવારજનોએ પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. યુવકનો મૃતદેહ 4 દિવસથી જુનાગઢ હોસ્પિટલમાં પડી રહ્યો છે. પરિવારે મૃતદેહ ન સ્વીકારતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ગાંધીનગર પહોંચ્યા અને યુવકના પરિવારને ન્યાય આપવા બાબતે મંત્રી કુંવરજી બાવળિયા અને પરશોત્તમ સોલંકી સાથે ચર્ચા કરી. હીરા સોલંકી સાથે કોળી સમાજના અગ્રણીઓ પણ ગાંધીનગર હાજર રહ્યા…જ્યારે યુવકના પરિવારનો જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધવા માગ કરી છે. સાથે જ્યાં સુધી પોલીસ અધિકારીઓ સામે FIR નહીં થાય ત્યા સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.સાથે મૃતકના પરિવારજનો તટસ્થ તપાસ થાય તે માટે હાઈકોર્ટમાં PIL કરવા સુધીની તૈયારી કરી લીધી છે.

Input Credit- Mohit Bhatt 

આ પણ વાંચો: રાજકોટના અગ્નિકાંડ બાદ જાગી અમદાવાદ મનપા, શહેરના દરેક ગેમ ઝોનમાં દર ત્રણ મહિને મોકડ્રીલ કરવા કમિશનરનો આદેશ- Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">