Rajkot : કથિત પોલીસ કમિશન કાંડમાં સામે આવ્યો મોટો ખુલાસો

રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડમાં પી આઇ વી.કે.ગઢવીના રાઇટરની પણ સંડોવણી સામે આવી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કિશન સખીયાએ કરાઇ SP હરેશ દુધાતની તપાસમાં આ નિવેદન આપ્યું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 7:22 PM

રાજકોટ(Rajkot)  પોલીસ કથિત કમિશન કાંડમાં(Police Bribery Case)  પી આઇ વી.કે.ગઢવીના રાઇટરની (Writer) પણ સંડોવણી સામે આવી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કિશન સખીયાએ કરાઇ SP હરેશ દુધાતની તપાસમાં આ નિવેદન આપ્યું છે. કિશન સખીયાના નિવેદન મુજબ PSI સાખરાએ રૂપિયા 50 લાખ સ્વીકાર્યા હતા..ગત 2 જુલાઈએ પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગમાં પીએસઆઇ સાખરાએ 50 લાખ રૂપિયા લીધા હતા અને બાકીના 25 લાખ લેવા માટે 17 ઓગષ્ટે PI ગઢવીનો રાયટર આવ્યો હતો અને બાકીના 25 લાખ સ્વીકાર્યા હતા.જો કે કિશન સખીયાના નિવેદનને લઇ SP હરેશ દુધાત પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગના CCTVની તપાસ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ પોલીસ કમિશન સામે તોડ કરવાના આક્ષેપો કરી ગૃહમંત્રીને આ બાબતે રજૂઆત કર્યા બાદ સીધી ગાંધીગરનથી આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ સિનિયર આઈપીએસ ઓફિસર વિકાસ સહાય કરી રહ્યાં છે. આ કેસમાં નિવેદનો લેવા માટે એસપી હરેશ દુધાતની આગેવાનીમાં એક ટીમ આજે રાજકોટ પહોંચી હતી અને કેસમાં જે લોકોના નામ સામે આવી રહ્યા છે તેના નિવેદનો નોંધ્યાં હતાં.

રાજકોટ પહોંચેલી એસપી હરેશ દૂધાતની ટીમે સખીયા બંધુ, પીઆઈ વી.કે.ગઢવી અને પીએસઆઈ સાખરાનું નિવેદન લીધાં હતાં. પોલીસ કર્મચારીઓ ઉપરાંત ડોક્ટર તેજશ કરમટાનું નામ પણ આ કેસમાં સામે આવી રહ્યું હોવાથી તેમને પણ નિવેદન નોંધાવવા માટે સીઆઈડી ક્રાઇમની ઓફિસે બોલાવી તેનું નિવેદન લેવાયું હતું. આ કેસમાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પોતાનું નિવેદન નોંધાવવા માટે ગાંધીનગરના કરાઇ ખાતે આવેલી પોલીસ ટ્રેનિંગ એકેડમી ખાતે પહોંચ્યા હતા.

આ પણ વાંચો : Banaskantha : આંગડિયા કર્મચારીની નજર ચૂકવી લૂંટારૂ એક કરોડનું સોનું લઈ ફરાર, પોલીસે નાકાબંધી કરી

આ પણ વાંચો :  Ahmedabad મુંબઈ તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં હવે પાંચ દિવસ દોડશે

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">