પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગુજરાતભરના શિવાલયોમાં ઉમટ્યાં ભાવિ ભક્તો, જુઓ Video

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગુજરાતભરના શિવાલયોમાં ઉમટ્યાં ભાવિ ભક્તો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2025 | 3:01 PM

આજથી પાવન શ્રાવણ માસના પ્રારંભે શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની હકડેઠાઠ ભીડ જામી હતી. મંદિરમાં પૂજા-અર્ચના કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી હતી.

આજથી પાવન શ્રાવણ માસના પ્રારંભે શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની હકડેઠાઠ ભીડ જામી હતી. મંદિરમાં પૂજા-અર્ચના કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી હતી. મંદિરોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. શ્રાવણ માસ એટલે શિવજીની આરાધનાનો પર્વ અને આ પર્વના પ્રથમ દિવસે પુણ્યનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.

ભવનાથ મહાદેવમાં વિદ્યમાના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. કહે છે કે શ્રાવણ માસ દરમિયાન તો કણ-કણમાં દેવાધિદેવનો વાસ હોય છે. અને એટલે જ શ્રાવણ માસમાં શિવભક્તિનો, આરાધનાનો સવિશેષ મહિમા રહેલો છે.

શિવાલયોમાં ઉમટ્યાં ભાવિ ભક્તો

બીજી તરફ સોમનાથમાં આજથી 30 દિવસીય મહોત્સવનો પણ પ્રારંભ થયો છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યું. ન માત્ર ગુજરાતમાંથી પરંતુ, સમગ્ર દેશમાંથી ભાવિક ભક્તો સોમનાથ દાદાના દર્શને ઉમટી રહ્યા છે. તો દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન મહાદેવના દર્શન કરવા પણ ભક્તો ઉમટ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 25, 2025 02:16 PM