હવે પ્રજાને શું મોઢું બતાવશે ? અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની જ હિટ એન્ડ રનના કેસમાં ધરપકડ, જુઓ Video
શાહીબાગમાં એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે જ્યાં એક ક્રેટા કારે બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર દેવેન્દ્ર સંખલવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
શાહીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનનો ગમખ્વાર બનાવ સામે આવ્યો છે. શિલા લેખ ચાર રસ્તા પાસે એક ક્રેટા કાર ચાલકે પૂર ઝડપે બાઈકને ટક્કર મારી ફરાર થયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર આધેડ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક ચલાવતા દેવેન્દ્ર સંખલવાર નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને અડફેટે લેવાયા હતા. દુર્ઘટનાની ઘટનાની CCTV ફૂટેજ પણ સામે આવી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે કાર ચાલકે બાઈકને સજ્જડ ટક્કર મારી અને પછી ફરાર થઈ ગયો.
ચોકાવનારી વાત એ છે કે આ હિટ એન્ડ રનનો આરોપી કાર ચાલક પોતે પોલીસ કોન્સ્ટેબલ હતો. આરોપીનું નામ દિગ્વિજયસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે, જે હાલ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.
ઘટના પછી એલ ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દિગ્વિજયસિંહ ગોહિલની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ અમદાવાદ શહેરમાં સુરક્ષા અને જવાબદારીના મુદ્દે ફરીથી સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે સુરક્ષા આપનારા જ નિયમોનો ભંગ કરે છે.
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અમદાવાદના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..