Surat Local Body Election Breaking : ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ

| Edited By: | Updated on: Apr 26, 2026 | 2:45 PM

સિનિયર સિટીઝન્સનો કહેવું છે કે, અનેક વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને બિમાર મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે અગવડનો સામનો કરવો પડે છે. આમ છતાં, તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહપૂર્વક મતદાન મથકે વેદના વેઠીને પણ પહોંચે છે, જે તેમની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાતમાં આજે 26મી એપ્રિલે યોજાયેલ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, વરિષ્ઠ મતદારોએ ચૂંટણી પંચની કામગીરીને લઈને કેટલાક સવાલો કર્યાં છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે જે રીતે સિનિયર સિટીઝન્સ માટે ઘરે બેઠા મતદાન કરવાની વ્યવસ્થા હોય છે તે જ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વ્યવસ્થા કરવાની માંગણી રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ કરી છે.

સુરત શહેરમાં સિનિયર સિટીઝન્સ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ મહત્વપૂર્ણ માંગ રજૂ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોએ ચૂંટણી દરમિયાન ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરી છે.

સિનિયર સિટીઝન્સનો કહેવું છે કે, અનેક વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને બિમાર મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે અગવડનો સામનો કરવો પડે છે. આમ છતાં, તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહપૂર્વક મતદાન મથકે વેદના વેઠીને પણ પહોંચે છે, જે તેમની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ સંદર્ભમાં સિનિયર સિટીઝન્સે જણાવ્યું કે, ચૂંટણી પંચે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. ઘરે બેઠા મતદાનની સુવિધા અમલમાં આવે તો મોટી સંખ્યામાં વરિષ્ઠ અને અશક્ત મતદારો પણ સરળતાથી પોતાનો મત આપી શકશે. અને ચૂંટણી પર્વમાં તેમણે ઉત્સાહભેર ભાગ લીધો તેમ કહી શકશે.

સ્થાનિક સ્તરે પણ આ મુદ્દે ચર્ચા અને માંગણી તેજ બની રહી છે, અને લોકો દ્વારા ચૂંટણી પંચને સિનિયર સિટીઝન્સની માંગ પર ગંભીરતાથી વિચાર કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક મતદારોના મતદાન મથકો બદલાયા, કેટલાયને મતમથકની નથી જાણ, જુઓ વીડિયો

Published on: Apr 26, 2026 02:43 PM
Follow Us