Vadodara Video : સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો, સગીરા સાથે અડપલા કરનાર દોષિતને 6 વર્ષની કેદની સજા

આ ઉપરાંત પોક્સો કોર્ટ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે કે ભોગ બનનાર પીડિતાને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. જેથી પીડિતાનો અભ્યાસ આગળ વધે. આ મહત્વનો ચુકાદો વડોદરાના સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 11:47 PM

Vadodara : સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે (POCSO Court) મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. અનાથ સગીરા સાથે અભદ્ર વ્યવહાર અને શારીરિક અડપલા કરનાર આરોપી સના પરમારને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. વર્ષ 2021માં થયેલા અડપલાના કેસમાં કોર્ટે દોષિત સના પરમારને પરમારને 6 વર્ષની કેદ અને 50 હજારનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો કોંગ્રેસના પૂર્વ વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ ભાજપમાં જોડાશે

આ ઉપરાંત પોક્સો કોર્ટ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે કે ભોગ બનનાર પીડિતાને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. જેથી પીડિતાનો અભ્યાસ આગળ વધે. આ મહત્વનો ચુકાદો વડોદરાના સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us: