Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ગીરના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2024 | 9:45 AM

ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પ્રાચી ઘંટીયા, ટીમ્બડી ખાંભા, ટોબરા, મહોબતપરા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તો આ તરફ તાલાલા ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ચોમાસુ વિદાય લેતા લેતા પણ ખેડૂતો માટે મુશ્કેલીઓ લાવી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઇ રહ્યો છે. ગીર સોમનાથમાં પાછોતરા વરસાદ ખેડૂતો માટે તબાહી લઇને આવ્યો છે.

ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પ્રાચી ઘંટીયા, ટીમ્બડી ખાંભા, ટોબરા, મહોબતપરા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તો આ તરફ તાલાલા ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે આંકોલવાડી ગામે વહેતો બિલીનદી નામનો વોકળો છલકાયો છે. પુષ્કળ પ્રમાણમાં જંગલનું પાણી આવતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યુ છે. કોડીનારના આણંદપુર સહિતના ગામોમાં ભારે વરસાદ ખેડૂતોના મગફળીમાં પાકને નુકસાન પહોંચ્યુ છે.