રાજકોટ વીડિયો : રાજકોટ પંથકમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ, કપાસ સહિતનો પાક થયો નષ્ટ
રાજકોટ પંથકમાં વરસાદે વિનાશ કર્યો હોવાની ઘટાના સામે આવી છે. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ફરી ખેડૂતોને રડાવ્યા છે. રાજકોટના તરઘડી, પડધરી, ડુંગરકા, બાધી અને નારણકા સહિતના ગામોના ખેડૂતોની મહેનત પર વરસાદે પાણી ફેરવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં ધરતીપુત્રોના પાકને નુકસાન થયાની ભીંતિ છે. તો રાજકોટ પંથકમાં વરસાદે વિનાશ કર્યો હોવાની ઘટાના સામે આવી છે. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ફરી ખેડૂતોને રડાવ્યા છે. રાજકોટના તરઘડી, પડધરી, ડુંગરકા, બાધી અને નારણકા સહિતના ગામોના ખેડૂતોની મહેનત પર વરસાદે પાણી ફેરવ્યું છે.
કમોસમી વરસાદને કારણે એરંડા, કપાસ, તુવેર અને મકાઇના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ મહામહાનતે તૈયાર કરેલો પાક એકઝાટકે નષ્ટ થઇ જતાં તેમને ફરી મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. તો બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદને કારણે ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઇ ગયો છે.જેના કારણે જગતના તાત પર વધુ એક આફત આવી પડી.વરસાદને કારણે રવિ પાક ઉપરાંત એરંડાના પાકોમાં નુકસાન થયું.ખાસ કરીને બટાકા, જીરૂ, રાયડો સહિતના પાકો ધોવાઇ ગયા છે.