ગાંધીનગરમાં હાલ વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યમાં રમત ગમત ક્ષેત્ર માટે થયેલા ખર્ચ અંગે રાજ્ય સરકાર તરફથી આંકડા આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં જણાવવામાં આવ્યુ હતુ કે ઓલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ માટે વર્ષે માત્ર 913 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Gujarat: ઔદ્યોગિક રાજ્યના 104 તાલુકાઓમાં GIDC નહીં, GIDC આપવાનું સરકારનું કોઇ આયોજન પણ નહીં
ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં ચાલતા બજેટ સત્ર દરમિયાન ખેલાડીઓ અને રમતો પાછળ રાજ્ય સરકાર દ્વારા ખર્ચાયેલા નાણાં અંગે માહિતી આપવામાં આવી હતી. વિધાનસભામાં અનિકેત ઠાકરના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો હતો. સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ઓલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ માટે વર્ષે માત્ર 913 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
જેમાં બનાસકાંઠા જિલ્લામાં 21 રમતો માટે 9 હજાર 758 ખેલાડીઓને તાલીમ આપવામાં આવી છે. તો પ્રતિ ખેલાડી સરકારે માત્ર 913.71 રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે. તો સાથે જ ગૃહમાં જણાવવામાં આવ્યુ હતુ કે કોમનવેલ્થ ગેમ્સમાં 2022માં ગુજરાતના 5 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓએ 4 મેડલ મેળવ્યા હતા. રાજ્ય સરકારે 80 લાખ રૂપિયા પુરસ્કાર માટે ચૂકવ્યા હોવાની માહિતી આપી હતી.