Ahmedabad News : શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, પાસપોર્ટ ઓફિસ નજીક પડ્યો ભૂવો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 30, 2024 | 3:17 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ભારે વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. વરસાદ દરમિયાન નવરંગપુરા વિસ્તારમાં રસ્તો બેસી ગયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ભારે વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. વરસાદ દરમિયાન નવરંગપુરા વિસ્તારમાં રસ્તો બેસી ગયો છે. પાસપોર્ટ ઓફિસ નજીક ઈમ્પ્રેસા કોમ્પલેક્સ બહાર ભૂવો પડ્યો છે. છેલ્લા 2 મહિનામાં અમદાવાદમાં 30 થી વધુ ભૂવા પડ્યા છે. થોડા વરસાદમાં જ અવારનવાર ભૂવા પડતા હોવાથી મનપાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

નડીયાદમાં શારદા મંદિર રોડ પર પડ્યો ભૂવો

બીજી તરફ નડિયાદ શહેરના શારદા મંદિર રોડ પર વરસાદમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. રોડની મધ્યમાં જ મહાકાય ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી કારણકે ચોમાસા પહેલા જે કામગીરી થવી જોઈતી હતી તે નથી કરવામાં આવતી ત્યારે આવા બનાવ બનતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.