દેવભૂમિ દ્વારકા વીડિયો : ફોર લેન રોડનું કામ ગોકળગતિએ થતા હાઈવે પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર ટ્રાફિક જામ થયો હોવાની ઘટના સામે આવી છે. દ્વારકાના હંજડાપરના પાટીયા પાસે વાહનોની લાંબી કતારો જોવા મળી છે. ફોર લેન રોડનું કામ ચાલુ હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર ટ્રાફિક જામ થયો હોવાની ઘટના સામે આવી છે. દ્વારકાના હંજડાપરના પાટીયા પાસે વાહનોની લાંબી કતારો જોવા મળી છે. ફોર લેન રોડનું કામ ચાલુ હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે. નેશનલ ઓથોરિટીની ગોકળગતિએ કામગીરીથી ટ્રાફિક જામ થયો હોવાની ઘટના સામે આવી છે. હાઈવે પર 2 થી 3 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થઈ ગયો છે. રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકોની માગ કરી છે.
બીજી તરફ આ અગાઉ અમદાવાદ વિશાલાથી નારોલ સર્કલ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે હજારો વાહનચાલકોના વાહનોના પૈડા થંભી ગયા હતા. ડંમ્પિંગ સાઈડ નજીક ચારે બાજુ વાહનોની કતારો જોવા મળી હતી. જો કે આ વિસ્તારમાં એકપણ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ન હોવાનુ સામે આવ્યુ હતુ. ભારે ટ્રાફિક જામમાં ફસાતા વાહનચાલકો પરેશાન થયા હતા.
