ગુજરાતના 11 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ ! પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી, જુઓ-Video

|

Aug 26, 2024 | 11:41 AM

હાલ ભારે વરસાદ બાદ પણ મેઘરાજા શાંત થવાના મૂડમાં નથી ત્યારે હજુ પણ આગામી કલાકોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકેની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમા 11 જીલ્લામાં રેડ અલર્ટ આપી દીધુ છે

સમગ્ર ગુજરામાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે અનેક જીલ્લાઓ જળ મગ્ન થયા છે ભારે વરસાદની સ્થિતિને પગલે આખે આખા ગુજરાતની સ્થિતિ વણસી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગે 11 જીલ્લામાં રેડ અલર્ટ આપ્યા છે.

ગુજરાતના 11 જીલ્લામાં રેડ અલર્ટ

હાલ ભારે વરસાદ બાદ પણ મેઘરાજા શાંત થવાના મૂડમાં નથી ત્યારે હજુ પણ આગામી કલાકોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકેની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમા 11 જીલ્લામાં રેડ અલર્ટ આપી દીધુ છે એટલે કે મેઘરાજા હજુ પણ ગુજરાત ઘમરોડશે. હવામાનની આગાહી મુજબ અત્યંત ભારે પવન ફુકાશે અને ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી મેઘરાજા તાંડવ મચાવશે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માં પણ મેઘો ભરપૂર વરસી શકેની આગાહી કરવામાં આવી છે.

આ જીલ્લામાં મેઘો તાંડવ મચાવશે

હવામાનની આગાહી મુજબ આગામી 24 કલાક માટે રેટ અલર્ટ આપવામાં આપ્યું છે. જેમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે આણંદ, વડોદરા, છોટાઉદેયપુર, વડોદરામાં પણ અનરાધાર વરસાદ વરસાદ વરસી શકે છે. બીજી તરફ નર્મદા, ભરૂચ, સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યા છે.

Next Video