AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : શ્રમ વિભાગ કચેરી ખાતે રત્નકલાકારોના ધરણા, ડાયમંડ કંપનીમાંથી છટણી બાદ કામદારો રઝળી પડ્યાનો આક્ષેપ

સુરત : શ્રમ વિભાગ કચેરી ખાતે રત્નકલાકારોના ધરણા, ડાયમંડ કંપનીમાંથી છટણી બાદ કામદારો રઝળી પડ્યાનો આક્ષેપ

Baldev Suthar
| Edited By: | Updated on: Dec 12, 2023 | 11:55 AM
Share

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જે બી બ્રધર્સ હીરા કંપનીના પૂર્વક રચના કલાકારો દ્વારા આજે શ્રમ વિભાગની કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. હીરા ઉદ્યોગની મંદીને લઈ કંપનીએ એક વર્ષ પહેલા 270 થી વધુ કર્મચારીઓને અચાનક છુટા કરી દીધા હતા.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જે બી બ્રધર્સ હીરા કંપનીના પૂર્વક રચના કલાકારો દ્વારા આજે શ્રમ વિભાગની કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. હીરા ઉદ્યોગની મંદીને લઈ કંપનીએ એક વર્ષ પહેલા 270 થી વધુ કર્મચારીઓને અચાનક છુટા કરી દીધા હતા.

આ કર્મચારીઓએ આક્ષેપ કર્યા છે કે પોતાના હકના કંપની પાસેથી લેવાના થતા ગ્રેજ્યુએટીના રૂપિયા મળ્યા નથી જે તાત્કાલિક ધોરણે મળી રહે તે માટેની માંગ કરી રહ્યા છે.જેને લઇ પૂર્વ કર્મચારીઓએ અહિંસક આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

સુરતમાં ડાયમંડ ઉદ્યોગ અગાઉ મોટી મંદીમાંથી પસાર થઈ ચૂક્યો છે અને હાલ પણ મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગ અને કંપનીઓ દ્વારા અગાઉ રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા હોવાની સ્થિતિ સામે આવી હતી. આ જ રીતે એકાદ વર્ષ પહેલા વરાછા વિસ્તારમાં આવેલ જેવી બ્રધર્સ હીરા કંપની દ્વારા મંદીને લઈ તેમની કંપનીમાં કામ કરતા 270 જેટલા રત્ન કલાકારોને અચાનક અંદાજે એક વર્ષ અગાઉ છુટા કરી દીધા હતા. ત્યારે છુટા કરાયેલા આ તમામ કર્મચારીઓ અને કંપની દ્વારા આપવામાં આવતા ગ્રેજ્યુટી સહિતના લાભ ની રકમ ચૂકવવામાં ન આવી હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. જેને લઇ આ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

20 થી 25 વર્ષ જૂના કર્મચારીઓની છતની કરાઈ હતી

જેબી બ્રધર્સ ડાયમંડ કંપની દ્વારા તેમની કંપનીમાં કામ કરતા વર્ષો જૂના કર્મચારીઓને એકાએક છુટા કરી દેવાનો નિર્ણય કરાયો હતો. કંપનીમાં 10 15 20 અને 25 વર્ષથી પણ વધુ સમયથી રત્નકલાકાર તરીકે કામ કરતા કર્મચારીઓને મંદીના કારણે અચાનક છૂટા કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ગવર્મેન્ટના નિયમ મુજબ પાંચ વર્ષથી વધુ એક જ સંસ્થામાં નોકરી કરી હોવાથી તમામ કર્મચારીઓને ગ્રેજ્યુએટી ની રકમ મળવાપાત્ર રહેતી હતી. પરંતુ આ રકમ એક પણ કર્મચારીને કંપની દ્વારા ચૂકવવામાં ન આવી હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે.

શ્રમ વિભાગ કચેરી ખાતે રત્નકલાકારોના ધરણા

રત્ન કલાકારોને છૂટા કરાયા બાદ પોતાના હકના ગ્રેજ્યુટીના રૂપિયા પણ એક વર્ષ વીતી ગયા છતાં ન મળતા આખરે તમામ પૂર્વ કર્મચારીઓ રોષે ભરાયા છે.જેને લઇ જેબી બ્રધર હીરા કંપનીના પૂર્વ રત્નકલાકારો આજે ધરણા પર ઉતર્યા હતા.સુરતની બહુમાળી ખાતે આવેલ શ્રમ વિભાગ કચેરી ખાતે રત્નકલાકારો ગ્રેજ્યુઈટીને લઇ વિરોધ કરવામાં આવ્યો હતો.પોતાના હક માટે 270 રત્નકલાકારો દ્વારા ધરણા પ્રદશન કરી આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.છેલ્લા ઘણા સમયથી રત્નકલાકારો કંપની પાસે પોતાના હક ના રૂપિયાની માંગ કરી રહ્યા છે. આખરે તેમને રૂપિયા ન મળતા તેમણે આંદોલનનો માર્ગ બનાવ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 12, 2023 09:05 AM
g clip-path="url(#clip0_868_265)">