રાજકોટ વીડિયો : મા-અમૃતમ કાર્ડ અંતર્ગત અપાતી સારવાર અને દર્દીઓના બિલને લઈને તપાસ હાથ ધરાઈ
રાજકોટની સ્ટર્લિગ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલમાં મા-અમૃતમ કાર્ડ અંતર્ગત અપાતી સારવાર અને દર્દીઓના બિલને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ગાંધીનગર અને રાજકોટના આરોગ્ય વિભાગની ટીમે હાથ તપાસ ધરી છે.
રાજ્યમાં અવારનવાર બોગસ બિલિંગના કૌભાંડ બહાર આવતા હોય છે. તો રાજકોટની સ્ટર્લિગ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલમાં મા-અમૃતમ કાર્ડ અંતર્ગત અપાતી સારવાર અને દર્દીઓના બિલને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ગાંધીનગર અને રાજકોટના આરોગ્ય વિભાગની ટીમે હાથ તપાસ ધરી છે. તો ગતરોજ બોગસ બિલીંગ સહિતના મુદ્દે તપાસ કરી હતી. તેમજ એક બે દિવસમાં રિપોર્ટના આધારે કાર્યવાહી થઈ શકે છે.
તો આ અગાઉ આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ રોકવા રાજય સરકાર સક્રિય થઈ હતી.લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ-7 અને 8 દરમિયાન અમદાવાદની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જયાં ગેરરીતિ બદલ જિલ્લાની 9 હોસ્પિટલને સસ્પેન્ડ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

