રાજકોટ વીડિયો : RMCના જનરલ બોર્ડની મીટિંગ યોજાઈ, આંગણવાડીમાં 700 જેટલા બાળકો કુપોષિત
રાજકોટ મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં ભાજપના જ કોર્પોરેટરોએ, શાસન સામે સવાલો કર્યા હતા. આંગણવાડીની ખરાબ સ્થિતિને લઈને ભાજપ કોર્પોરેટરોએ પણ અનેક સવાલ કર્યા હતા. જેમાં આંગણવાડીમાં સાફ સફાઈ અને પીવાનું સ્વચ્છ પાણી ન મળવાને લઇને ચર્ચા થઈ હતી. જેમાં હાલ રાજકોટની આંગણવાડીમાં 700 જેટલા કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે.
આમ તો મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષ નેતા સવાલ ઉઠવાતા હોય છે.પરંતુ રાજકોટ મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં ભાજપના જ કોર્પોરેટરોએ સવાલો કર્યા હતા. આંગણવાડીની ખરાબ સ્થિતિને લઈને ભાજપ કોર્પોરેટરોએ પણ અનેક સવાલ કર્યા હતા.જેમાં આંગણવાડીમાં સાફ સફાઈ અને પીવાનું સ્વચ્છ પાણી ન મળવાને લઇને ચર્ચા થઈ હતી. જેમાં હાલ રાજકોટની આંગણવાડીમાં 700 જેટલા કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આંગણવાડીની સ્થિતિ સુધરશે તેવો દાવો કર્યો હતો. તો તમામ 19 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
તો બીજી તરફ વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીનો આક્ષેપ છે કે તેમને પ્રશ્ન પૂછવા માટે સમય આપવામાં ન આવ્યો.આંગણવાડીના એક પ્રશ્નમાં જ બોર્ડની મીટિંગ પુરી કરી દેવાઈ.તો શાસક પક્ષ પાસે આંગણવાડીના પ્રશ્નને લઈને કોઈ જવાબ ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
Latest Videos