રાજકોટ વીડિયો : એવરેસ્ટ બિલ્ડિંગમાં ચાલતા જુગારના કેસમાં થયો મોટો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચના કર્મીએ મૌખિક મંજૂરી આપ્યાનો આક્ષેપ
રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડિંગની ઓફિસમાં ઝડપાયેલા જુગારના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયો છે. હવે આ જુગાર કેસમાં કથિત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીનું નામ ખુલ્યું છે.આક્ષેપ છે કે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીએ જુગારના અડ્ડા ચલાવવા માટે મૌખિક મંજૂરી આપી હતી.
રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડિંગની ઓફિસમાં ઝડપાયેલા જુગારના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયો છે. હવે આ જુગાર કેસમાં કથિત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીનું નામ ખુલ્યું છે. આક્ષેપ છે કે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીએ જુગારના અડ્ડા ચલાવવા માટે મૌખિક મંજૂરી આપી હતી. કથિત પોલીસ કર્મીની રહેમરાહ હેઠળ જુગાર રમાતો હોવાનું સામે આવી રહ્યું છે. આવા આક્ષેપ બાદ DCP કક્ષાના અધિકારીએ તપાસ હાથ ધરી છે.
જો, પોલીસ કર્મીની સંડોવણીના કોઇ પુરાવા મળશે.તો કડક કાર્યવાહી કરવામાં આવશે.મહત્વનું છે કે પોલીસે 29 ડિસેમ્બરે પોલીસે દરોડા પાડીને 25 જુગારીઓને પકડ્યા હતા.અને પોણા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તપાસમાં સામે આવ્યું હતું કે મોહસીન પઠાણ નામનો શખ્સ ભાડે ઓફિસ રાખીને જુગારનો અડ્ડો ખોલ્યો હતો.તો હવે કથિત પોલીસ કર્મીનું નામ સામે આવતા ઉચ્ચ અધિકારીઓએ તપાસ તેજ કરી છે.