રાજકોટ વીડિયો : પોરબંદરથી જેતલસર જંકશન નજીક પેટ્રોલ ભરેલી માલગાડી ટ્રેક પરથી ઉતરી, ટ્રેન વ્યવહાર ખોરવાયો
પોરબંદરથી રાજકોટ તરફ જઈ રહેલી માલગાડી અચાનક જ પાટા પરથી ઉતરી ગઈ હતી. દુર્ઘટના બાદ રાજકોટ અને વેરાવળ વચ્ચે ટ્રેન વ્યવહાર 3 કલાક ખોરવાયો હતો. રેલવેના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.અને ટ્રેક પરથી ઉતરેલા ડબ્બાને સહી સલામત ખસેડી રૂટને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટના જેતલસર જંકશન નજીક પેટ્રોલ ભરેલી માલગાડી ટ્રેક પરથી ઉતરી હોવાની ઘટના બની છે. પોરબંદરથી રાજકોટ તરફ જઈ રહેલી માલગાડી અચાનક જ પાટા પરથી ઉતરી ગઈ હતી. દુર્ઘટના બાદ રાજકોટ અને વેરાવળ વચ્ચે ટ્રેન વ્યવહાર 3 કલાક ખોરવાયો હતો. રેલવેના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટ્રેક પરથી ઉતરેલા ડબ્બાને સહી સલામત ખસેડી રૂટને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અગાઉ વડોદરા ડિવિઝનના મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન રેલવે ટ્રેક પર માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી પ્રમાણે ટેકનીકલ ખામી સર્જાતા માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો હતો. નેનપુર મેમદાબાદ વચ્ચે રેલવે ટ્રેક પર આ ઘટના બની હતી.જે ઘટનાને લઈને તે ટ્રેક પર આવતી ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. તેમજ રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
