ગેમઝોન દીકરી સાથે રમત રમી ગયુ, છિનવી પિતાની છત્રછાયા, સામે આવ્યો છેલ્લો Video
અગ્નિકાંડમાં મોતને ભેટનાર ગેમઝોનના એક કર્મચારીનો તેની પુત્રી સાથેને છેલ્લો વીડિયો સામે આવ્યો છે. પિતા અને પુત્રી મોજે રમી રહ્યા છે પણ પિતા કે પુત્રી શું ખબર હતી કે આ જ ગેમઝોન બન્નેને હવે ક્યારે ફરી નહી મળવા દે
રાજકોટ અગ્નિકાંડને ભલે એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોય પણ પોતાના સ્વજનોને ખોયેલા લોકોના હૈયામાં લાગેલી આગ હજુ હોલવાતી નથી આ ગોઝારી દુર્ઘટનાએ 28 લોકોના જીવ લઈ લીધા અને આ TRP ગેમઝોન લોકો સાથે રમત રમી ગયુ. ત્યારે આ અગ્નિકાંડમાં મોતને ભેટનાર ગેમઝોનના એક કર્મચારીનો તેની પુત્રી સાથેને છેલ્લો વીડિયો સામે આવ્યો છે. પિતા અને પુત્રી મોજે રમી રહ્યા છે પણ પિતા કે પુત્રી શું ખબર હતી કે આ જ ગેમઝોન બન્નેને હવે ક્યારે ફરી નહી મળવા દે, ક્યારેય એકબીજાને નહી ભેટવા દે કે નહી એક બીજાને ફરી આવી રીતે મોજ કરવા દે.
મોત પહેલાનો પિતા-પુત્રીનો વીડિયો વાયરલ
અગ્નિકાંડની આ ઘટનામાં 28 લોકોના જીવ ગયા જેમાંથી જ એક ગેમઝોનમાં કામ કરતા કર્મચારી સુનિલ સિધ્ધપુરા તેમની દિકરી યામીને ઘટનાના એક દિવસ પહેલા ગેમઝોનમાં રમવા લઈ ગયા હતા. આ દરમિયાન તે બન્ને ગેમઝોનમાં રમતા અને મજા કરતા જોવા મળી રહ્યા છે એક પિતા પોતાની દીકરીને ત્યાં દરેક ગેમ બતાવી અને રમતા શીખવી રહ્યા છે. પુત્રી પણ આ દરમિયાન ખુબ ખુશ દેખાઈ રહી હતી પણ બન્ને માંથી કોને ખબર હતી કે આવતી કાલે તે એકબીજાને ફરી ક્યારેય નહી મળી શકે
ગોઝારી ઘટનાએ પુત્રી પાસેથી છીનવ્યા પિતા
તમને જણાવી દઈએ કે સુનિલ સિધ્ધપુરા દુર્ઘટનાના 15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરી પર લાગ્યા હતા. 40 વર્ષના સુનિલભાઈ પોતાની દીકરીને આગલા દિવસે ગેમઝોનમાં રમવા પણ લઈ ગયા આ દરમિયાન દીકરીએ પિતાને એમ પણ કહ્યું કે “પપ્પા કાલે હું નહીં હોઉં”. કહેવાયને કે નાના બાળક તો ભગવાનનું રુપ છે ત્યારે આ દીકરીએ પિતાને સંકેત પણ આપી દિધો પણ થવાનું હતુ તે થઈને જ રહ્યું અને આ બાળકીના માંથેથી તેના પિતાની છત્રછાયા હમેશા માટે જતી રહી.
આ ગોઝારી ઘટનાએ એક પુત્રી પાસેથી તેના પિતા છીનવી લીધા. આ ઘટના પહેલાનો બન્નેનો સાથે વીડિયો હાલ સામે આવી રહ્યો છે જેને જોવાની હિંમત હવે આ દિકરી કદાચ ફરી ક્યારેય નહીં કરી શકે

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
