Rajkot: ધોધમાં નહાવા જતા ત્રણ લોકો ફસાયા, જુઓ Video

Rajkot: ધોરાજીના પાટણવાવમાં ઓસમ ડુંગર પરથી પડતા ધોધમાં નહાવા જતા ત્રણ લોકો ફસાયા હતા. તંત્ર દ્વારા ત્રણેય લોકો ને રેસ્ક્યું કરી અને બહાર કાઢવામાં આવ્યા. એક યુવક અને બે યુવતીઓ ડુંગર પર થી પડતા પાણી ના ધોધ માં નહાવા જતા ફસાઈ હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 9:22 PM

Rajkot: ધોરાજી પંથકમાં 3 લોકો ધોધમાં નહવા ગયા અને ફસાઈ ગયા. આ ઘટના પાટણવાવ ગામ ખાતે બની છે. જ્યાં ઓસમ ડુંગર પરથી પડતા ધોધમાં એક યુવક અને બે યુવતીઓ નાહવા ગયા હતા. અચાનક પાણીનો પ્રવાહ વધતાં ત્રણેય ફસાઈ ગયા હતા. તેમણે મદદ માટે બૂમો પાડી હતી. ઘટનાની જાણ થતાં જ સરપંચ સહિત ગ્રામજનો ત્યાં પહોંચી ગયા હતા અને વહીવટી તંત્રને જાણ કરી હતી.

આ પણ વાંચો  : ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ, આગોતરા વાવેતર કરાયેલા પાકોને નુક્સાન, જુઓ Video

ડૂબ્યા હોવાની વાત બાદ પોલીસ, મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ દોરડું લટકાવીને તમામને સલામત બહાર કાઢ્યા હતા. આમ ત્રણેયની જિંદગી બચી ગઈ હતી. જીવન બચાવવા બદલ તેઓએ તંત્રનો આભાર માન્યો હતો. ભારે વરસાદને કારણે રાજકોટમાં જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જેની વચ્ચે ધોરાજીમાં આ ઘટના બની હતી જે તમામ લોકો માટે આંખ ઉઘાડવા સમાન છે. કારણ કે મજા માણવા ધોધમાં યુવાનો નહાવા પડ્યા અને આ ઘટના બની જેમાં તેમનો જીવા પણ જાય તેવી શ્કયતાઓ હતી પરંતુ સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">