Rajkot: સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીના બફાટનો વીડિયો વાયરલ, આપણે દેવી-દેવતાઓ સાથે કંઈ લેવા દેવા નથીઃ દિનેશપ્રસાદ
Rajkot: સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીના બફાટનો વીડિયો વાયરલ થયો છે. દિનેશપ્રસાદ નામના સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે આપણે દેવી-દેવતા સાથે કંઈ લેવાદેવા નથી. સનાતન ધર્મ સિવાય અન્ય લોકોને એક્ઠા થવા આહ્વાન કરતા વીડિયોમાં જોવા મળે છે.
Rajkot: સાળંગપુર હનુમાન મંદિરનો ભીંતચિત્ર વિવાદ હજુ માંડ શમ્યો છે. ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ કરેલા બફાટનો વીડિયો વાયરલ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા આચાર્ય દિનેશપ્રસાદનો દેવી-દેવતાઓ વિશે અશોભનીય બોલતો વીડિયો સામે આવતા સનાતનીઓમાં રોષ વ્યાપી ગયો છે.
કથિત આચાર્ય દિનેશપ્રસાદ સનાતન ધર્મ સિવાયના મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી સંપ્રદાયના લોકોને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવવા આહ્વાન કરતા વીડિયોમાં સાંભળવા મળે છે. એટલું જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને તેઓ એવો ઉપદેશ આપે છે કે હવે તેઓ દેવી-દેવતાઓ સાથે કોઈ લેવા-દેવા ન રાખે કારણ કે ભગવાન સ્વામિનારાયણ હવે હિન્દુ સમાજથી કુરાજી થઇ ગયા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો

બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ

ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?

આજનું રાશિફળ તારીખ : 01-12-2023

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
Latest Videos