Rajkot : નિવૃત્ત સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે તપાસનો ધમધમાટ, આવાસ યોજનામાં મોટાપાયે કૌભાંડના આક્ષેપો, જુઓ Video
રાજકોટમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. જો કે કૌભાંડને સંપૂર્ણપણે અંજામ અપાય તે પહેલાં જ મનપાની વિજિલન્સની ટીમ ત્રાટકી હતી. રાજકોટના નિવૃત્ત સિટી એન્જિનિયર અલ્પના મિત્રા છેલ્લાં ઘણાં સમયથી વિવાદોમાં છે. હજુ પાંચ દિવસ પહેલાં જ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

અલ્પના મિત્રા વિરુદ્ધ આવાસ યોજનામાં મોટાપાયે કૌભાંડના આક્ષેપો છે. ત્યારે મનપા વિજિલન્સ દ્વારા સોમવારના રોજ અલ્પના મિત્રા ઘરે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો હતો. ત્યારે સૌથી ચોંકાવનારી વાત એ છે કે અલ્પના મિત્રાના ઘરમાંથી એકલ-દોકલ નહીં પરંતુ કુલ 200 જેટલી સરકારી ફાઈલોનો ઢગલો મળી આવ્યો હતો. વિવિધ પોટલાઓમાં બાંધેલી આ સરકારી ફાઈલો જોઈને ખુદ તપાસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.
નિવૃત્ત સિટી એન્જિનિયરના ઘરે તપાસના ધમધમાટ
સમગ્ર ઘટનામાં વધુ ચોંકાવનારા ખુલાસા એ સામે આવ્યા છે કે “સરકારી બાબુઓ” દ્વારા જ આ ફાઈલોના પોટલા અલ્પના મિત્રાના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વોટર વર્ક્સ લખેલી મનપાની બોલેરો જીપમાં કેટલાંક અધિકારીઓ અલ્પના મિત્રાના ઘરે આવીને આ પોટલા મુકી ગયા હતા.
નિવૃત્ત સિટી એન્જિનિયર ઘરે બેસીને “વહીવટ” કરી રહ્યા હોવાની બાતમીના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. દાવો કરાઈ રહ્યો છે કે મનપાના ઇતિહાસમાં આ પહેલી જ વાર છે કે જ્યારે કોઈ ક્લાસ-1 અધિકારીના નિવૃત્ત થયા બાદ તેના ઘરે આ રીતે વિજિલન્સે તપાસ માટે ધસી જવું પડ્યું હોય. ઉલ્લેખનીય છે કે અલ્પના મિત્રાએ પહેલાં એવો પણ દાવો કર્યો હતો કે કેટલાંક અજાણ્યા શખ્સો જ તેમની જાણ બહાર આ ફાઈલો તેમના ઘરે આવીને મુકી ગયા હતા.
( વીથ ઈન પુટ – રોનક મજીઠિયા )