Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA, B.com પેપરલીક કાંડમાં 111 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA, B.com પેપરલીક કાંડમાં 111 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 9:53 AM

અત્યાર સુધી ફરિયાદ નોંધાવવામાં આનાકાની કરતી યુનિવર્સિટીનું તંત્ર મીડિયાના અહેવાલો બાદ જાગ્યું છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  બીએ, બીકોમના પેપર ફૂટવાને મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એચ.એન.શુકલ કોલેજના કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે.  કોલેજના કર્મી જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. આ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગત ઓક્ટોબર  2022માં મહિનામાં પેપર ફૂટ્યા હતા. ઓક્ટોબરમાં પેપર ફૂટ્યા બાદ હજુ સુધી ફરિયાદ નોંધાઈ નહોતી. આખરે પેપર ફૂટવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.

મીડિયાના અહેવાલ બાદ જાગ્યું તંત્ર

અત્યાર સુધી ફરિયાદ નોંધાવવામાં આનાકાની કરતી યુનિવર્સિટીનું તંત્ર મીડિયાના અહેવાલો બાદ જાગ્યું છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.  જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતું. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. જેના પર આરોપ છે તે જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે.

મહત્વનું છે કે 12 ઓક્ટોબરના રોજ BBA અને B.COMના રોજ પેપર ફૂટ્યું હતું. બંને પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે, ભાજપના બે જૂથ વચ્ચેની લડાઇમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. સેનેટની ચૂંટણી અને પ્રોફેસર ભરતી કાંડને લઈ ભાજપના બે જૂથ આમને-સામને હતા. જેમાં એક જૂથે બીજા જૂથને પાડી દેવા માટે આ કૃત્ય કર્યું હોવાની ચર્ચા છે.

ઓક્ટોબર માસમાં લીક થયું હતું પેપર

B.Com અને BBAનું પેપર લીક  થવાના કેસમાં તપાસમાં  FSLની ટીમે તપાસ હાથ ધરી હતી.  તેમજ  અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોલેજોમાંથી પરત મંગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા. સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું હતુ..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા હતા.  આ ઘટના બાદ બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. જ્યારે કે, બી.કોમનું પેપર રદ્ કરાયું હતુ.

 

 

 

g clip-path="url(#clip0_868_265)">