સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં FSLના રિપોર્ટ પછી પણ પોલીસ કાર્યવાહીમાં વિલંબથી તર્કવિતર્ક

ગુજરાતમાં રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com અને BBAનું પેપર લીક થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 12:09 PM

રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા પેપરલીક કેસમાં હજુ પણ કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે. FSLના રિપોર્ટ પછી પણ પોલીસ કાર્યવાહીમાં વિલંબથી અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. રાજકીય અગ્રણીની કોલેજમાંથી પેપરલીક થયાની ચર્ચા થઇ રહી છે. કારણકે પોલીસના બે અલગ અલગ વિભાગોની તપાસ બાદ પણ કેસ ઉકેલાયો નથી. ત્યારે પેપરલીક કરનારાઓ સામે તટસ્થ કાર્યવાહીની વિદ્યાર્થી સંગઠનોની માગ ઉઠી છે.

ગુજરાતમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com અને BBAનું પેપર લીક થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે.અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોલેજોમાંથી પરત મંગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા.જેને લઇ અલગ અલગ કોલેજો પર શંકા છે.પરંતુ હજી કઇ કોલેજ અને ક્યાંથી પેપર લીક થયું તે બહાર નથી આવ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.COM સેમ-5નું પેપર લીક થવાના મામલે હવે રાજકારણ શરૂ થઇ ગયુ છે.તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે તો કાર્યકારી કુલપતિઓ પર જ સવાલ ઉઠાવી દીધો છે. નિદત બારોટે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાંથી કાર્યકારી કુલપતિઓને છૂટા કરી નાખવાની માગ કરી છે.તથા ગિરીશ ભીમાણી પર ભલામણકાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કરી તેમને પણ તાત્કાલિક છૂટા કરવાની માગ કરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ સૌરાષ્ટ્ર યુનિ.નું BBA અને B.COM સેમ-5નું પેપર લીક થયુ હતુ જેને લઇને ભારે વિવાદ થતા રાતોરાત BBAનું પેપર બદલી નાખવામાં આવ્યું હતુ તથા B.COMની પરીક્ષા રદ કરી નાખવામાં આવી હતી.

(વિથ ઇનપુટ-રોનક મજીઠિયા, રાજકોટ)

Follow Us:
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">