Breaking News : દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટ બાદ લવાશે પાર્થિવદેહ, જુઓ Video
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનથી સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં તેમનું અકાળે નિધન થયું છે. આ ઘટના બાદ રાજકોટ શહેર શોકમગ્ન જોવા મળી રહ્યું છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનથી સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં તેમનું અકાળે નિધન થયું છે. આ ઘટના બાદ રાજકોટ શહેર શોકમગ્ન જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં તેમના સ્મરણાર્થે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં તેમના ફોટોગ્રાફ્સ સાથે શ્રદ્ધાંજલિ સંદેશાઓ લખવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, એસોસિએશનો અને ખાનગી શાળાઓએ બંધનું એલાન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
રામનાથપરામાં થઇ શકે અંતિમવિધિ
રાજકોટના નાગરિકોએ પોતાના પ્રિય નેતાને વિદાય આપવા માટે ઘણી લાગણીશીલતા દર્શાવી છે. વિજય રૂપાણીના મૃત્યુથી ઉદાસી વ્યાપી ગઈ છે. તેમના યોગદાનને યાદ કરીને લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન, રાજકોટ શહેરને ઘણી મોટી યોજનાઓ અને વિકાસ કાર્યોનો લાભ મળ્યો હતો, જેમાં AIMs ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અટલ સરોવરનો સમાવેશ થાય છે. આ યોજનાઓ રાજકોટના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
DNA રિપોર્ટ બાદ પાર્થિવદેહ લવાશે
મહત્વનું છે કે વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનો પુત્ર રુષભ અમેરિકાથી ભારત પરત ફર્યો છે અને મૃતદેહ પરિવારને સોંપાયા બાદ અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થશે. ડીએનએ ટેસ્ટ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. રાજકોટ શહેર પૂર્વ મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપવા માટે તૈયાર છે.
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
