Rajkot: દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા, ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ

મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પોલીસ દોડતી થઇ હતી અને ડીસીપી ઝોન 1 એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ વિસ્તારમાં કોમ્બીંગ કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન ૩ દારૂના કેસ કર્યા હતા અને 15 થી 20 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 31, 2022 | 3:18 PM

31 ડિસેમ્બરની ઉજવણીને લઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી દારૂનો જથ્થો ઘૂસતો અટકાવવા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને રાજ્યમાં ભલે દારૂબંધી હોય, પરંતુ દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો રાજકોટમાં જોવા મળ્યા હતા. શહેરના કુબલિયાપરા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. TV9ની તપાસમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમતી જોવા મળી. જેને લઇ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે કે શું પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે. તો બીજી તરફ મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પોલીસ દોડતી થઇ હતી અને ડીસીપી ઝોન 1 એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ વિસ્તારમાં કોમ્બીંગ કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન 3 દારૂના કેસ કર્યા હતા અને 15 થી 20 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આંતરરાજ્ય બોર્ડર ઉપર થઈ રહ્યું છે સઘન ચેકિંગ

31st અને ન્યુયરની પાર્ટીને લઈને તાપી પોલીસ સતર્ક બની છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં ન આવે તે માટે પોલીસે 10થી વધુ ચેકપોસ્ટ બનાવી ચેકિંગ શરૂ કર્યું છે. જેમાં તાપીમાં સોનગઢ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ હોટેલ અને ફાર્મહાઉસ પર પોલીસ બાજ નજર રાખી રહી છે. તાપીના Dy.SP સી.એમ. જાડેજાએ જણાવ્યુ કે જિલ્લાની કુલ 15 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સતત 24 કલાક કરવામાં આવી રહ્યુ છે. જેમાં કંઈપણ ગેરકાયદે જણાશે તો તેમને રોકી કાયદાનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લામાં દમણથી દારૂ ન પ્રવેશે તે માટે પોલીસ કામે લાગી છે. પાછલા ત્રણ-ચાર દિવસથી સંઘપ્રદેશ દમણને અડીને આવેલી સરહદે પોલીસ જવાનો ઠેર-ઠેર ચેકિંગ કરી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં આવેલી 35 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કડક તપાસ ચલાવવામાં આવી રહી છે. તો વલસાડના દરેક પોલીસ સ્ટેશન દીઠ બે રેડ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ કોઈ રેવ પાર્ટી કે મહેફિલની જાણકારી મળતા જ ત્વરિત કાર્યવાહી કરશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">