જામનગરમાં દારૂબંધીના લીરે-લીરા ! ઉદ્યોગપતિના પુત્ર સહિતના નબીરાઓ દારૂની મહેફિલ માણતા પકડાયા

જામનગરમાં દારૂબંધીના લીરે-લીરા ! ઉદ્યોગપતિના પુત્ર સહિતના નબીરાઓ દારૂની મહેફિલ માણતા પકડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2022 | 12:54 PM

દારૂબંધીના નિયમો નેવે મુકીને ઉદ્યોગપતિના પુત્ર સહિતના નબીરાઓ મહેફિલ માણતા ઝડપાયા છે. શહેરની બહાર આવેલા ફાર્મ હાઉસમાં સિટી સી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા.

ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાઈ છે. જામનગરમાં દારૂબંધીના નિયમો નેવે મુકીને ઉદ્યોગપતિના પુત્ર સહિતના નબીરાઓ મહેફિલ માણતા ઝડપાયા છે. શહેરની બહાર આવેલા ફાર્મ હાઉસમાં સિટી સી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. માહિતી મુજબ આ દારૂની મહેફિલ ઉદ્યોગપતિ મિતુલ વસંતના ફાર્મ હાઉસમાં ચાલતી હતી. મંથન મહેતા, વરુણ બંસલ, વિરાજ વિઠલાણી, કરણ ગ્રોવર સહિત પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે મહેફિલમાંથી દારૂની બે બોટલ પણ કબ્જે કરી છે.

દારૂબંધી વચ્ચે ખુલ્લેઆમ દારૂની મહેફિલો

ગઈ કાલે રાજકોટ શહેરમાં નિર્મલા રોડ નજીક દારૂની મહેફિલ ઝડપાઈ હતી. તિરૂપતિનગર સોસાયટીમાંથી 8 થી વધુ શખ્સો મહેફિલ કરતા હોવાનો મહિલાઓનો આક્ષેપ હતો. સોસાયટીમાં અવારનવાર દારૂ પી ને ખેલ કરતા હોવાથી મહિલાઓએ પાર્ટી કરતા શખ્સોને મકાનમાં પૂરી ઘર બહાર તાળું માર્યુ હતુ. બાદમાં ગાંધીગ્રામ પોલીસે સ્થળ પર પહોંચી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">