AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવશો તો અનેક રોગ સાથે લઈને જશો, હોસ્પિટલમાં ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ અને શ્વાનોનું સામ્રાજય

Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી. tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં હોસ્પિટલમાં વરવા દૃશ્યો જોવા મળ્યા. હોસ્પિટલમાં ગટરની લાઈન લીક હોવાથી ગંદુ પાણી ભરાય છે. ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાછતા હોસ્પિટલમાં ફોગિંગ કરવામાં આવતુ નથી.

Ronak Majithiya
| Edited By: | Updated on: Aug 18, 2023 | 11:45 PM
Share

Rajkot:  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર મેળવવા માટે આવતા હોય છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે.

રાજકોટ શહેર,ગ્રામ્ય વિસ્તાર અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે.ત્યારે આ સિવિલ હોસ્પિટલ પોતે કેટલી સ્વસ્થ છે તેને લઈને ટીવી9ની ટીમે રિયાલિટી ચેક હાથ ધર્યું હતું.જેમાં કેવા દ્રશ્યો સામે આવ્યા..જોઈએ આ રિપોર્ટ..

ઓપીડી બિલ્ડિંગ નજીક ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે તો આવે છે પરંતુ તેમની સાથે આવેલા તેમના સગાઓ બીમારી સાથે લઈને જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલની અંદર તો અનેક વોર્ડમાં ઠીકઠાક સફાઈ જોવા મળી. સિવિલ હોસ્પીટલના મુખ્ય OPD બિલ્ડિંગ નજીક સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદરનો મુખ્ય રસ્તો જ્યાં દર્દીઓના સગા બેઠા હોય છે. ત્યાં જ નજીકમાં આખા બિલ્ડિંગનો ગટરની લાઈનો છે જ્યાં અનેક લાઈનોમાં લીકેજ હોવાથી ગંદુ પાણી ત્યાં એકઠું થાય છે.જેમાં ગંદકી અને મચ્છરો પણ થાય છે.

હાલ ચોમાસાની સીઝન હોવાથી આ મચ્છરોના કારણે ચિકન ગુનિયા અને મેલેરિયા જેવા રોગ પણ લાગુ પાડવાની ભીતિ રહે છે. આ ઉપરાંત વોર્ડ નંબર 10થી પોસ્ટમોર્ટમ રૂમ જવાના રસ્તા પર ગંદુ પાણી ભરાયેલું છે. જેમાં પણ મચ્છરો ઉપદ્રવ જોવા મળ્યો આ ઉપરાંત કેટલાક લોકો જાહેરમાં શૌચક્રિયા કરતાં પણ જોવા મળ્યા.આ ઉપરાંત અન્ય કેટલીક જગ્યાઓએ પણ સૂકા કચરાના ઢગ જોવા મળ્યા.

વોર્ડ નંબર 10માં રખડતાં શ્વાનોએ જણાવ્યું સામ્રાજય

સિવિલમા અન્ય જગ્યાઓએ પણ tv9 દ્વારા તપાસ કરવામાં આવતા વોર્ડ નંબર 10માં ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા, વોર્ડ નંબર 10માં મુખ્ય ગેલેરીમાં શ્વાનોનું સામ્રાજય જોવા મળ્યું,આ વોર્ડમાં 1-2 નહિ પરંતુ ચારથી 5 શ્વાન પોતાનો અડ્ડો જમાવીને બેઠા હતા. તેમાંથી કેટલાક શ્વાનો ખુખાર પણ છે. આ ગેલેરીમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને તેની સાથે આવેલા લોકો લાઈનમાં બેઠા હોય છે. જેમાં બાળકો પણ સામેલ હોય છે.

આ શ્વાનો બાળકોને કરડી લે અને આ બાળકોને કોઈ ગંભીર ઈજા થાય તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે. એક તરફ દર્દીઓના સગાઓને વ્યવસ્થા જાળવવા ત્યાં હાજર સિક્યોરિટી બહાર કાઢતા જોવા મળે છે. તે સારી બાબત છે પરંતુ આ શ્વાનોને બહાર કાઢવાની જહેમત કોઈ ઉઠાવતુ નથી. જ્યારે આ અંગે ત્યાં હજાર સિક્યોરિટી મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગોળગોળ જવાબ આપતા જોવા મળ્યા.

આ પણ વાંચો : Rajkot: ગાંજો પીવાની ના પાડનારા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરનારા ચાર શખ્સ ઝડપાયા

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટએ આપ્યા તાત્કાલિક કાર્યવાહીના આદેશ

જ્યારે સિવિલ હોસ્પિટલમાં ગંદકી અને રખડતાં શ્વાનો અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આર એસ ત્રિવેદીને ટીવી9 દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમને આ બંને વિશે tv9એ કહ્યું ત્યારે જાણ થઈ. તેમણે આ બંને મુદ્દે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક બોલાવીને આદેશ આપ્યા.

આ ઉપરાંત તેમણે હોસ્પિટલની અંદર સફાઈ કંઈ રીતે થાય છે તેવા અલગ અલગ દાવાઓ કર્યા તેઓ સરપ્રાઈઝ વિઝીટ વારંવાર લે છે તેવો પણ તેમણે દાવો કર્યો. પરંતુ સવાલ એ થાય છે તેમની સરપ્રાઈઝ વિઝીટમાં મુખ્ય OPD બિલ્ડિંગની બાજુમાં જ આટલી મોટી ગંદકી અને અન્ય વોર્ડમાં રખડતાં શ્વાનો ના દેખાયા?

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">