રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસ, ડુંગળી અને સોયાબીનની આવક શરૂ

ગોંડલ માર્કેટયાર્ડમાં સોયાબીનના 5200 કટ્ટાની આવક નોંધાઈ છે. ચાલુ વર્ષે પાછોતરા ભારે વરસાદને પગલે વિવિધ જણસોની આવકમાં ઘટાડો થયો છે.

ગુજરાતના(Gujarat)  માર્કેટ યાર્ડમાં(Market yard)  ચોમાસા બાદ હવે પાકની આવક શરૂ થઈ છે. જેમાં રાજકોટના ગોંડલ(Gondal) માર્કેટયાર્ડમાં કપાસની 10 હજાર ભારી અને ડુંગળીના 15 હજાર કટ્ટાની આવક થઈ છે. તેમજ ખેડૂતોને કપાસના એક હજારથી લઈને 1681 રૂપિયા સુધીના ભાવ મળ્યાં. તો 20 કિલો ડુંગળીના 100થી 551 રૂપિયા ભાવ મળ્યો છે.

જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં સોયાબીનના 5200 કટ્ટાની આવક નોંધાઈ છે. ચાલુ વર્ષે પાછોતરા ભારે વરસાદને પગલે વિવિધ જણસોની આવકમાં ઘટાડો થયો છે.

આ ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં 1 લાખ 75 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. ખેડૂતોને 20 કિલો મગફળીના 900 થી 1200 સુધીના ભાવ મળ્યાં છે. માર્કેટયાર્ડ તરફથી મગફળી રાખવાની યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગોંડલ APMCના ચેરમેનના મતે સૌરાષ્ટ્રમાં મગફળીનું વ્યાપક વાવેતર થયું છે. જેથી આગામી એકથી દોઢ મહિના સુધી મગફળીની બમ્પર આવક ચાલુ રહેશે.

જ્યારે દશેરા બાદ માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે.કપાસની બે હજાર ગાંસડીની પુષ્કળ પ્રમાણમાં આવક થતા યાર્ડ કપાસથી ઉભરાયું છે..તેમજ ખુલ્લી બજારમાં નબળા કપાસના પણ સારા એવા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે.

કપાસના પ્રતિ મણ 800 થી લઈને 2000 ભાવ મળતા ખેડૂતોમા હરખની હેલી જોવા મળી છે અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખેડૂતો કપાસ વેચવા ઉમટી પડ્યા છે.

આ પણ વાંચો : દેશમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ પીએમ મોદીના ભગીરથ પ્રયાસને આભારી : ઋષિકેશ પટેલ

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે મુલાકાત, મુખ્યપ્રધાને વાયબ્રન્ટ સમિટનું નિમંત્રણ પાઠવ્યું

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati