દેશમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ પીએમ મોદીના ભગીરથ પ્રયાસને આભારી : ઋષિકેશ પટેલ

પીએમ મોદીના ભગીરથ પ્રયાસથી દેશને કોરોના મુક્ત બનાવવાના અભિયાનને સફળતા મળી છે. તેમની પ્રબળ ઈચ્છા શકિતના લીધે જ આજે દેશમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ લોકો સુધી સુવ્યવસ્થિત રીતે પહોંચી શકયા છે.

દેશમાં કોરોના રસીકરણના(Corona Vaccination)  ડોઝનો આંકડો 100 કરોડ પાર પહોંચી ગયો છે. ત્યારે  ગુજરાતના(Gujarat) આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે(Rushikesh Patel)   રસીકરણ અભિયાનના પડકાર અંગે જણાવ્યું કે પીએમ મોદીના(PM Modi)  ભગીરથ પ્રયાસથી દેશને કોરોના મુક્ત બનાવવાના અભિયાનને સફળતા મળી છે. તેમની પ્રબળ ઈચ્છા શકિતના લીધે જ આજે દેશમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ લોકો સુધી સુવ્યવસ્થિત રીતે પહોંચી શકયા છે.

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રસીકરણ અભિયાનના પડકાર અંગે વાત કરી અને  કહ્યું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આ અભિયાન સફળ રહ્યું છે.

આખા દેશમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું જેમાં ગુજરાત પણ પાછળ નથી રહ્યું. ગુજરાતમાં 4 જિલ્લા એવા છે કે, જ્યાં 100 ટકા રસીકરણ થયું છે. તો બીજી તરફ એવા જિલ્લાની સંખ્યા પણ વધુ છે કે,જ્યાં 90 ટકાથી વધુ રસીકરણ થયું છે. ત્યારે દેશમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર થતા ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે, આ કિર્તિમાનને ઉજવવામાં આવશે અને ગુજરાતના મેડિકલ સ્ટાફ અને રસીકરણ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમનું સન્માન કરવામાં આવશે

આખા દેશમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું જેમાં ગુજરાત પણ પાછળ નથી રહ્યું. ગુજરાતમાં 4 જિલ્લા એવા છે કે જ્યાં 100 ટકા રસીકરણ થયું છે. તો બીજી તરફ એવા જિલ્લાની સંખ્યા પણ વધુ છે કે જ્યાં 90 ટકાથી વધુ રસીકરણ થયું છે.

સમાચાર એજન્સી દ્વારા ટાંકવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં 4.93 કરોડ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે અને કોરોના રસી લેવા માટે લાયક છે.

આ પણ વાંચો : ગુજરાતના વિવિધ શહેરોમાં દેશમાં 100 કરોડ રસીના ડોઝની સિધ્ધિની ઉજવણી કરવામાં આવી

આ પણ  વાંચો : કરાઇ પોલીસ અકાદમી ખાતે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ ઉજવાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવંગત પોલીસ કર્મીઓને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી

Click on your DTH Provider to Add TV9 Gujarati