રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, ખેડૂતોને મળી રહ્યા છે સારા ભાવ

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં 1 લાખ ગુણી મગફળીની આવક થઈ છે. તેમજ માર્કેટયાર્ડમાં હજુ પાંચ દિવસ સુધી હરાજી ચાલવાની છે.

ગુજરાતમાં(Gujarat)હાલ મોટાભાગના માર્કેટ યાર્ડમાં(APMC)મગફળી(Groundnut)સહિતના પાકની આવક વધી રહી છે. જેમાં રાજકોટના(Rajkot) બેડી માર્કેટયાર્ડમાં(Bedi Market Yard) 1 લાખ ગુણી મગફળીની આવક થઈ છે. તેમજ માર્કેટયાર્ડમાં હજુ પાંચ દિવસ સુધી હરાજી ચાલવાની છે. જેના પગલે હજુ મોટી સંખ્યામાં મગફળીની આવક થવાની ધારણા છે.

જેના પગલે હરાજી પૂર્ણ ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. હાલ માર્કેટમાં ખેડૂતોને મગફળીના 950થી 1175 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જેમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં ભાવમાં 20થી 30 રૂપિયાનો વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ખેડુતો પાસેથી રાજયસરકાર મગફળીની ખરીદી મણના 1110 રૂપિયાના ભાવે ખરીદી કરે છે. પરંતુ ખેડુતો અનેક કારણે ટેકાભાવે ખરીદી કરવા તૈયાર થતા નથી. ટેકાભાવે વેચાણ માટે ખેડુતોને અનેક મુશકેલી પડતી હોય છે. જેના કારણે ખેડુતો ટેકાભાવે મગફળી વેચાણ માટે નિરસતા દાખવી રહ્યા છે. બીજી તરફ ખુલ્લા બજારમાં યાર્ડ ઉભરાય રહ્યા છે.

ખેડુતોને ટેકાભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત હતું. જે માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ખેડુતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી પડતી હોય તેથી અનેક ખેડુત પ્રક્રિયા દુર રહેતા હોય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેટીવીટી, સર્વર સહીતની સમસ્યા થતી રહે છે. તેમજ અભણ ખેડુત કે ટેકનોલોજીથી અજાણ ખેડુતને રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી થતી હોય છે.તેમજ કોમ્પયુટર ઓપરેટરોની મદદથી ખેડુતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હોય છે

આ પણ વાંચો : ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં આટલા લાખ મોબાઈલ ગ્રાહકો ઘટયા, જાણો વિગતે

આ પણ વાંચો : વડોદરામાં યુવતી દુષ્કર્મ અને આપઘાત કેસમાં શંકાના ઘેરામાં આવેલી ઓએસીસ સંસ્થાને બચાવવા સમર્થકોનો મોરચો

  • Follow us on Facebook

Published On - 11:57 am, Sat, 27 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati