ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં આટલા લાખ મોબાઈલ ગ્રાહકો ઘટયા, જાણો વિગતે

ગુજરાતમાં મોબાઈલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં ઘટાડો થવાની સાથે ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં 99.62% હતી તે ઘટીને 97.6% થઈ ગઈ છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં આટલા લાખ મોબાઈલ ગ્રાહકો ઘટયા, જાણો વિગતે
Mobile Susbribers

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના તાજેતરના ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર (September)માસમાં ગુજરાતમાં (Gujarat)13.6 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સનો(Mobile Subscibres) ઘટાડો નોંધાયો છે. આ અહેવાલ અનુસાર ગુજરાતના કુલ મોબાઈલ ગ્રાહકો ઓગસ્ટમાં 7 કરોડથી ઘટીને સપ્ટેમ્બરમાં 6.8 કરોડ થઈ ગયા છે.

કોરોનાની બીજી લહેર બાદ લોકોની નબળી ખર્ચ ક્ષમતા કારણ

જેમાં તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓમાં સપ્ટેમ્બર માસમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો હતો. ટેલિકોમ ઉદ્યોગના સૂત્રોએ આની માટે કોરોનાની બીજી લહેર બાદ લોકોની નબળી ખર્ચ ક્ષમતાનું કારણ આપ્યું છે. જેના કારણે મોબાઇલ કનેક્શન્સ રદ કરવામાં આવ્યા હતા અથવા રિચાર્જ ન થયા હતા. સતત બિલ ન ભરવાની અથવા કનેક્શન રિચાર્જ ન કરવાની અસર બે-ત્રણ મહિના પછી સપ્ટેમ્બરમાં જોવા મળી હતી જ્યારે કનેક્શન્સ નિષ્ક્રિય થઈ ગયા હતા.

રિચાર્જ કર્યા વિના કનેક્શન બે મહિના સુધી સક્રિય રહ્યા

આ અંગે ટેલિકોલ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર બાદ ઘણા લોકોએ તેમાં પણ ખાસ કરીને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો કનેક્શન રિચાર્જ કરવામાં અથવા તેમના મોબાઇલ બિલ નિયમિતપણે ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. તેમજ પૈસા ચૂકવ્યા વિના અથવા રિચાર્જ કર્યા વિના કનેક્શન બે મહિના સુધી સક્રિય રહ્યા પછી મોબાઇલ કનેક્શન્સની એકંદર સંખ્યા ઘટી ગઈ. તેની અસર સપ્ટેમ્બરમાં જોવા મળી હતી.

ગુજરાતમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી રિલાયન્સ જિયોએ(Reliance Jio)સૌથી વધુ 10.98 લાખ કનેક્શન ગુમાવ્યા છે. જ્યારે તેની બાદ વોડાફોન આઇડિયા(VI) એ લગભગ 1.48 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા અને એરટેલે(Airtel)લગભગ 1.24 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે . જયારે સરકારી ટેલિકોમ ઓપરેટર કંપની BSNLજે સતત સબ્સ્ક્રાઇબર્સ ગુમાવી રહી હતી તેણે સપ્ટેમ્બરમાં રાજ્યમાં વિપરીત રીતે કેટલાક સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે.

શહેરી ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો

જો કે સમગ્ર ભારતમાં પણ આ જ વલણ જોવા મળ્યું છે. જેમાં મોટાભાગના ટેલિકોમ પ્લેયરના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જેમાં TRAIના ડેટા અનુસાર દેશભરમાં ગ્રામીણ મોબાઈલ ગ્રાહકોની સરખામણીમાં શહેરી ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે ગુજરાત માટે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી.

ગુજરાતમાં  ટેલિ-ડેન્સિટી 97.6% થઈ ગઈ

ગુજરાતમાં મોબાઈલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં ઘટાડો થવાની સાથે ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં 99.62% હતી તે ઘટીને 97.6% થઈ ગઈ છે. રાજ્યમાં ટેલિ-ડેન્સિટી આ વર્ષે જુલાઈમાં 100.17 ની ટોચ પર હતી. જે ફરી એકવાર ઘટતા સબ્સ્ક્રાઇબર સાથે ઘટવા લાગી હતી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના ડેટા અનુસાર ગુજરાતમાં જૂનમાં મોબાઈલ ગ્રાહકોએ 7 કરોડનો આંકડો પાર કર્યો હતો. આનો અર્થ એ થયો કે રાજ્યમાં સબ્સ્ક્રાઇબર્સમાં વધારો થયાના માંડ બે મહિના પછી મોબાઇલ કનેક્શન્સ રદ થવા લાગ્યા છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના થાન રેલ્વે સ્ટેશન પરથી 55 લાખના મુદ્દામાલ સાથે પોલીસે મહિલાની ધરપકડ કરી

આ પણ વાંચો : વડોદરામાં યુવતી દુષ્કર્મ અને આપઘાત કેસમાં શંકાના ઘેરામાં આવેલી ઓએસીસ સંસ્થાને બચાવવા સમર્થકોનો મોરચો

  • Follow us on Facebook

Published On - 11:19 am, Sat, 27 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati