રાજકોટમાં આરોગ્ય કેન્દ્રમાં કોવીશિલ્ડ વેક્સિનની અછત, લોકોને પારાવાર હાલાકી

TV9 GUJARATI

|

Updated on: Jan 07, 2023 | 1:55 PM

જકોટ શહેરના મોટા ભાગના આરોગ્ય કેન્દ્રમાં કોવીશિલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.

ચોથા લહેરની દહેશત વચ્ચે લોકો પણ જાગૃત થઈને બુસ્ટર ડોઝ લેવા માટે જઈ રહ્યા છે. પરંતુ હાલ રાજકોટ શહેરના મોટા ભાગના આરોગ્ય કેન્દ્રમાં કોવીશિલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. મહત્વનું છે કે શહેરના આરોગ્ય કેન્દ્ર પર કો-વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે.

 રસીની અછતને પગલે શહેરમાં રસીકરણની કામગીરી ઠપ !

તો આ તરફ અમદાવાદ શહેરના 80 કેન્દ્રો પર કોવિશિલ્ડ રસીકરણની કામગીરી અટકી પડી છે. એકપણ કેન્દ્ર પર કોવિશિલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ નથી. કોવિશિલ્ડ રસીની અછતને પગલે શહેરમાં રસીકરણની કામગીરી ઠપ થઇ છે. આ સ્થિતિ એક બે દિવસથી નહીં, પરંતુ પાછલા 12 દિવસથી સર્જાઇ છે. એક તરફ શહેરમાં રસીનો સ્ટોક નથી. અધિકારીઓનું માનીએ તો, આગામી ચારથી પાંચ દિવસમાં AMC પાસે રસીનો સ્ટોક આવી જશે. AMCએ રાજ્ય સરકાર પાસે 1 લાખ ડોઝની માગણી કરી છે. તો રાજ્ય સરકારે પણ કેન્દ્ર પાસે 12 લાખ ડોઝ માગ્યા છે, ત્યારે આશા રાખીએ કે રસીના ડોઝ વહેલીતકે મળે અને શહેરીજનો કોરોના કવચથી રક્ષણ મળે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati