Rajkot : લોકો બુસ્ટર ડોઝને લઈ જાગૃત છે, પરંતુ પૂરતા જથ્થાના અભાવે લોકોને પડી રહી છે હાલાકી

કોવેક્સીન રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આરોગ્ય તંત્ર દ્વારા રોજ 200 લોકોને રસી લેવા ફોન કરીને સમજાવવામાં આવે છે. જેની સામે માંડ 20 લોકો જ રસી લેવા પહોંચે છે.

Rajkot : લોકો બુસ્ટર ડોઝને લઈ જાગૃત છે, પરંતુ પૂરતા જથ્થાના અભાવે લોકોને પડી રહી છે હાલાકી
અમદાવાદમાં કોવિશિલ્ડ વેક્સીનની અછત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 2:21 PM

વિદેશમાં કોરોનાની નવી લહેર આવતા જ સરકાર સતર્ક બનીને લોકોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી રહી છે, પરંતુ રાજકોટના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશિલ્ડ રસી પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. ભારતમાં મોટાભાગના લોકોએ કોવિશિલ્ડ રસી લગાવી છે, ત્યારે રસીના અભાવે લોકો સાવચેતીનો બુસ્ટર ડોઝ લગાવી શકતા નથી. તો બીજી તરફ મેડિકલ ઓફિસરો કોવેક્સીન રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આરોગ્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ યોગ્ય કરી હોવાનો રાગ આલાપી રહ્યા છે.

રસીના અભાવે લોકો સાવચેતીનો બુસ્ટર ડોઝ લગાવી શકતા નથી

અમદાવાદમાં એક તરફ કોરોના સામે તંત્રને સજ્જ કરાઇ રહ્યું છે. તો બીજી તરફ AMC પાસે રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે. સંભવિત સંકટ સામે સોમવારે શહેરના 82 સેન્ટરો પર માત્ર 910 લોકોને જ રસી આપવામાં આવી. તો 3,500 લોકોએ કોરોનાની રસી વિના જ પરત ફરવાનો વારો આવ્યો. ત્યારે રસીની અછત વચ્ચે AMCએ રાજ્ય સરકાર પાસે 1 લાખ ડોઝની માંગણી કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">