રાજકોટ : RMCના નકલી અધિકારીના નામે વેપારી સાથે 77 હજારની છેતરપિંડી, કારખાનું સિલ કરવાની આપી હતી ધમકી

રાજકોટના અટિકા વિસ્તારમાં કારખાનું ધરાવતા વ્યક્તિ પાસે એક શખ્સે આવીને પોતે મહાનગરપાલિકામાં ટેક્સ શાખાનો અધિકારી હોવાની ઓળખ આપી કારખાનેદાર અરવિંદ મોલિયાને 1.56 લાખનો વેરો ભરવાનો બાકી હોવાનું કહી જો તમે વેરો નહીં ભરો તો કારખાનું સિલ કરવાની ધમકી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2024 | 11:50 PM

રાજકોટમાં કારખાનેદાર છેતરપિંડીનો ભોગ બન્યા છે. મનપાના નકલી અધિકારી બનીને આવેલા શખ્સે કારખાનેદારને રૂપિયા 77 હજારનો ચૂનો લગાવ્યો છે. અટિકા વિસ્તારમાં કારખાનું ધરાવતા વ્યક્તિ પાસે એક શખ્સે આવીને પોતે મહાનગરપાલિકામાં ટેક્સ શાખાનો અધિકારી હોવાની ઓળખ આપી કારખાનેદાર અરવિંદ મોલિયાને 1.56 લાખનો વેરો ભરવાનો બાકી હોવાનું કહી જો તમે વેરો નહીં ભરો તો કારખાનું સિલ કરવાની ધમકી આપી હતી.

ગભરાયેલા કારખાનેદારે 77 હજાર રૂપિયા આપી દીધા, પરંતુ બીજે દિવસે કારખાનેદારે મનપામાં તપાસ કરતા ખબર પડી કે તેને ત્યાં આવેલો અધિકારી નકલી હતો. મનપાના નામે થયેલી છેતરપિંડીની ઘટના બાદ RMCના કમિશનરે લોકોને અપીલ કરી હતી કે અધિકારી બની કોઈ રૂપિયા પડાવવા આવે તો એલર્ટ રહેવું.

કમિશનરે કહ્યું કે વેરાની રોકડમાં વસૂલાત મનપાના સેન્ટર ખાતે જ થતી હોય છે. ત્યારે વેરા વસૂલાતની કચેરીએ જઈને રૂબરુ ટેક્સ ભરવો જોઈએ. ટેક્સ વિભાગના કર્મચારી શિવાય કોઈ સાથે વ્યવહાર કરવો નહીં જેથી છેતરપિંડીથી બચી શકાય.

Follow Us:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">