RAJKOT : તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવ આસમાને, ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણા ભાવ

15 કિલોના ભાવ જોઈએ તો સિંગતેલમાં એક વર્ષમાં રૂ.790 અને કપાસિયામાં રૂ.1100નો ભાવ વધારો થયો છે. બીજી તરફ પામોલીન રૂ.2100 પ્રતિ 15 લીટરે વેચાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 3:33 PM

RAJKOT : શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. જોકે તહેવારો ટાણે જ ખાદ્યતેલમાં બેથી ત્રણ ગણો ભાવ વધારો થતાં શહેરના મધ્યમવર્ગીય પરિવારોનાં બજેટ ખોરવાઈ ગયાં છે. શહેરમાં સિંગતેલ અને કપાસિયા તેલ સૌથી વધુ ખવાય છે ત્યારે 15 કિલોના ભાવ જોઈએ તો સિંગતેલમાં એક વર્ષમાં રૂ.790 અને કપાસિયામાં રૂ.1100નો ભાવ વધારો થયો છે. બીજી તરફ પામોલીન રૂ.2100 પ્રતિ 15 લીટરે વેચાય છે. સીંગતેલ અને કપાસીયાથી પામોલીન તેલ સસ્તું હોવાથી હોટલ,રેસ્ટોરાં અને લારીઓમાં મોટાભાગે પામોલીનનો જ ઉપયોગ થઈ રહ્યો છે. તેલના વેપારીઓના મતે પામ તેલ મલેશિયા અને ઇન્ડોનેશનિયાથી આયાત થાય છે, જેના પર ડ્યુટી લાગતા તેલ મોંઘુ થયું છે. તેલ મોંઘા થતા લોકોએ સિઝનમાં એકસાથે તેલ ભરવાનું ઓછુ કરી દીધુ છે.

ગયા મહીને કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ ઓલટાઈમ હાઈ પહોચી ગયા હતા. સિંગતેલ કરતા પણ કપાસિયા તેલ મોંઘુ થઇ ગયું હતું. કપાસિયા તેલમાં પણ 25 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2300 રૂપિયા પહોંચી ગયા હતા.મોટાભાગે મધ્યમ પરિવાર કપાસિયા તેલનો ઘર વપરાશમાં ઉપયોગ કરતા હોય છે. અને તેના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે.ગૃહિણીઓનું માનવું છે કે મોંઘવારીને કારણે બજેટ પર અસર પડી રહી છે. ખાસ કરીને છુટક તેલની ખરીદી કરતા પરિવારોને આ ભાવવધારો અસહ્ય લાગી રહ્યો છે.

આ તરફ વેપારીઓ ભાવવધારા પાછળ કાચા માલની અછત ગણી રહ્યા છે.સાથે સાથે આ વખતે ગુલાબી ઇયળના કારણે કપાસનું ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે આ ભાવ વધારો થયો છે.

આ પણ વાંચો : GANDHINAGAR : શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે કહ્યું શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકોના હિતમાં છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">