AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં વકર્યો રોગચાળો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા- Video

રાજકોટમાં રોગચાળો વકર્યો છે અને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા છે. વરસાદ બાદ હાલ પાણીજન્ય રોગો વધ્યા છે. જેમા ઝાડા ઉલટી, શરદી ,તાવ અને કમળાના દર્દીઓ વધ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2025 | 8:28 PM
Share

રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માઝા મૂકી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં શરદીના 703, સામાન્ય તાવના 916, ઝાડા-ઉલટીના 342 અને કમળાના ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોડનો એક કેસ નોંધાયો. આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા જરૂરી કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. પરંતુ, વધતા જતા કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની કતારો લાગી રહી છે.

આરોગ્ય અધિકારી ડૉ જયેશ વાંકાણીના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સઘન કરવામાં આવી છે. તેમા આશા બહેનો, MPSW ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઈઝર દ્વારા ઘરે ઘરે જઈને એન્ટી લાર્વાની કામગીરી કરવામાં આવે છે. જેમા એબેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા-કોલેજ કોમર્શિયલ બિલ્ડિંગ સહિતની જગ્યાઓએ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યા વરસાદી પાણી ભરાતા હોય તેવા શેલરનો સર્વે કરવામાં આવ્યો છે.

રાજકોટના રાઈડ્સ સંચાલકોને હવે મળ્યુ કોંગ્રેસના નેતા લલિત વસોયાનું સમર્થન, લોકમેળાના નિયમો હળવા કરવા કરી માગ

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">