રાજકોટમાં અનિમલ હોસ્ટેલમાં ગાયોની દુર્દશાના દૃશ્યો આવ્યા સામે, કિચડમાં ગાયોના મોત થતા હોવાના આક્ષેપ- Video
રાજકોટમાં મવડી સ્થિત એનિમલ હોસ્ટેલમાં ગાયોની દુર્દશા સામે આવી છે. અહીં ગાયો ગંદકીમાં રહેવા માટે મજબુર બની છે. આ ઢોરવાડામાં જ્યા નજર પડે ત્યાં ગંદકી, કાદવ કિચડનું સામ્રાજ્ય છે. જેના કારણે ગાયોના મોત થઈ રહ્યા હોવાનો પણ માલધારીઓનો આક્ષેપ છે.

રાજકોટમાં મવડી સ્થિત એનિમલ હોસ્ટેલની દયનિય સ્થિતિ સામે આવી છે. મવડી વિસ્તારમાં આવેલ આ ઢોરવાડામાં કાદવ કિચડનું સામ્રાજ્ય છે અને એવામાં ગાયોને રાખવામાં આવી છે. આ ગંદકીમાં રહેવાને કારણે ગાયોના મોત થતા હોવાનો માલધારી સમાજનો આક્ષેપ છે. વરસાદ અને કિચડથી માલધારીઓ પરેશાન છે. આ તરફ કોંગ્રેસે પણ સત્તાપક્ષની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
ઢોરવાડામાં જ્યાં જુઓ ત્યાં કિચડ છે અને કિચડમાં ગાયો મરી રહી છે. આ અંગે કોર્પોરેશનને વખતોવખત રજૂઆત કરાઈ હોવા છતા કોર્પોરેશન ધ્યાન ન દેતુ હોવાનો પણ આક્ષેપ છે. થોડા દિવસ પહેલા જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેખિતમાં અરજી આપી હતી, જેમા પણ માત્ર વાયદા આપવામાં આવે છે. કામગીરી થતી નથી. અવારનવાર રજૂઆત કરવા છતા એકપણ અધિકારી ડોકાયા સુદ્ધા નથી.
Rajkot Animal Hostel Crisis: Mud and Rain Kill Cows, Maldharis Blame RMC | TV9Gujarati#RajkotAnimalHostel #MavdiHostel #CattleDeaths #MaldhariCommunity #Monsoon2025 #Gujarat #TV9Gujarati pic.twitter.com/rMYMbnyPsA
— Tv9 Gujarati (@tv9gujarati) July 7, 2025
કોંગ્રેસના નેતા રાજદીસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજકોટ મનપા દ્વારા બનાવવામાં આવેલી એનિમલ હોસ્ટેલમાં ગાયમાતા ગંદકીમાં સડી રહી છે. છતા માલધારીઓ પાસેથી રજિસ્ટ્રેશનના 1200 રૂપિયા વસુલવામાં આવે છે. આ હોસ્ટેલમાં ગાયોની દેખરેખ રાખવી અને સમયાંતરે ઓડિટ કરવુ એ મનપાની જવાબદારી પણ છે અને ફરજ છે એ સત્તાધિશોએ ભૂલવુ ન જોઈએ.