Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાએ ભરી અદાલતમાં કર્યો રહસ્યસ્ફોટ, જુઓ વીડિયો
રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં જેના પર આક્ષેપ છે તે સગીરાએ JMFC કોર્ટમાં નિવેદન આપ્યું છે.
રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક બહાર આવ્યો છે. આ કેસમાં જેના પર આક્ષેપ છે તે સગીરાએ JMFC કોર્ટમાં નિવેદન આપ્યું છે. સગીરાએ કોર્ટને જણાવ્યું કે, “મારા પર દુષ્કર્મ થયું છે અને મારી સામે ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે.
સગીરાએ વધુમાં એ પણ કહ્યું કે, હું નિર્દોષ છું અને પોલીસ મારું નિવેદન ઉચિત રીતે નથી લઈ રહી. આ સિવાય સગીરાએ કોર્ટને જણાવ્યું કે, તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે.” તેણે વધુમાં આરોપ લગાવ્યો કે, જયરાજસિંહના માણસો દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું, જેથી તે મૌન રહી અને કઈ બોલી ન શકી.
આ સાથે તેણે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહિમ અને સંજય પંડિત જેવા વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. સગીરાના વકીલે કોર્ટમાં આવેદન આપી જણાવ્યું છે કે, આ કેસમાં હવે એક અલગ ગુનો દાખલ કરવામાં આવે.