Rajkot : રાજકોટ ટ્રાફિક વિભાગની અનોખી પહેલ, ટ્રાફિક નિયમોનું પાલન કરનારનું આ રીતે કરાશે સન્માન- જુઓ Video
Rajkot: રાજકોટવાસીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરાય તે હેતુથી ટ્રાફિક વિભાગ દ્વારા અનોખી પહેલ કરાઈ છે. ટ્રાફિક નિયમોનું પાલન કરનારા ટુવ્હીલર, થ્રીવ્હીલર અને ફોર વ્હીલર ચાલકોનું ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જીનીયસ તરીકે સન્માન કરાઈ રહ્યુ છે.
Rajkot: રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહનચાલકોનું કરાશે સમ્માન. ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસે ટ્રાફિક જીનીયસ નામથી નવતર પહેલ શરૂ કરી છે. નિયમનું પાલન કરનાર વાહન ચાલકોનું ટ્રાફિક જીનીયસ તરીકે સન્માન કરીને ટ્રાફિક નિયમો લખેલી કાપડની થેલી આપવામાં આવી રહી છે. કાપડની થેલી પર પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા પણ સંદેશ લખાયો છે.
કાપડની થેલી લાંબો સમય સાચવતી હોવાથી નિયમો લોકોના ધ્યાનમાં આવે અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય તેવો ઉદ્દેશ છે. ઉપરાંત શાળા કોલેજોમાં પણ ટ્રાફિક જીનીયસ અભિયાન હેઠળ ટ્રાફિક નિયમો અંગે ક્વીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી બાળકોને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું પ્રોત્સાહન મળે.
ટ્રાફિક ડીસીપીના જણાવ્યા મુજબ રાજકોટવાસીઓમાં ટ્રાફિક સેન્સને લઈને ઘણે અભાવ જોવા મળે છે, ત્યારે ટ્રાફિક સિગ્નલ પર ડાબી બાજુ જે જગ્યા રાખવાની હોય છે તેનુ મોટાભાગના ટ્રાફિક સિગ્નલ પર પાલન કરતા નથી. આ ઉપરાંત સ્ટોપ લાઈનનો પણ અનેક વાહન ચાલકો ભંગ કરે છે. લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે ઘણુ જરૂરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો