Rain News : છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં ખાબક્યો વરસાદ ! સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે અરવલ્લીના ભિલોડામાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના વ્યારામાં 5.55 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાય છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીમાં પણ ભારે નુકસાન થાય છે.
છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે અરવલ્લીના ભિલોડામાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના વ્યારામાં 5.55 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ ડોલવણમાં પણ 5.31 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા શહેર સુરતની વાત કરીએ તો સુરતના પલસાણામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 4.49 ઈંચ વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ
મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે સૌરાષ્ટ્રના દ્વારકા સહિત અન્ય 12 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ ગુજરાતના 24 તાલુકામાં 3 ઈંચથી વધુ જ્યારે 42 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતના 89 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ

સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video

અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
